Career Option / હોટલ મેનેજમેન્ટ કોર્સ કરીને આ ક્ષેત્રોમાં બનાવી શકો છો શાનદાર કારકિર્દી, મળી શકે છે લાખોનું પેકેજ
ઘણા લોકો 12મા પછી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે છે. આ કોર્સ ઘણા વિદ્યાર્થીઓ માટે આકર્ષક કોર્સ બની ગયો છે. ઘણી સરકારી અને

ઘણા લોકો 12મા પછી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે છે. આ કોર્સ ઘણા વિદ્યાર્થીઓ માટે આકર્ષક કોર્સ બની ગયો છે. ઘણી સરકારી અને ખાનગી કોલેજો હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ ઓફર કરે છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓ આ કોર્સ કરે છે, પરંતુ પછીથી તેઓ તેમની કારકિર્દી વિશે વિચારીને ખૂબ ચિંતિત થઈ જાય છે. જો તમે વિચારી રહ્યા હોવ કે હોટેલ મેનેજમેન્ટ કર્યા પછી તમને હોટલ કે રેસ્ટોરન્ટમાં જ કામ કરવાની તક મળશે, તો એવું બિલકુલ નથી. આ કોર્સ વિદ્યાર્થીઓને વિદેશમાં કામ કરવાની તક પણ આપે છે. આ કોર્સ પછી તમે કેટલાક અલગ-અલગ ક્ષેત્રોમાં પણ જઈ શકો છો.
આ પણ વાંચો: Career Tips / બ્રેક બાદ કરિયરમાં કમબેક કરી રહ્યા છો, તો તમને મદદરૂપ થઈ શકે છે આ ટિપ્સ
જો તમે પણ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છો, પરંતુ આ પછી તમારી કારકિર્દી વિશે ચિંતિત છો, તો ચાલો તમને જણાવીએ આ કોર્સ કર્યા પછી કારકિર્દીના વિકલ્પો શું છે.
ઈવેન્ટ મેનેજમેન્ટમાં કારકિર્દી
લગ્ન, મહેંદી, સંગીત, જન્મદિવસ વગેરે જેવા કાર્યક્રમો જૂની પેઢીઓથી ચાલ્યા આવે છે, જેમાં લોકો પોતાના ઘરને શણગારે છે. આ ઉપરાંત, આજકાલ સગાઈ અને એનીવર્સરી, નેમીંગ સેરેમની, બેબી શાવર વગેરે જેવા ઘણા ફંક્શનને લોકો ધામધૂમથી ઉજવવાનું પસંદ કરે છે. લોકો આ ફંક્શનમાં સારી એવી રકમ પણ ખર્ચે છે. આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો તો, હોટલ મેનેજમેન્ટ પછી, તમે ઈવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ કામ કરી શકો છો. જો તમે આખી ઈવેન્ટ મેનેજ ણ કરવા માંગતા હોવ તો કોઈ ઈવેન્ટમાં ફક્ત કેટરિંગનું કામ પણ કરી શકો છો.
નેવીમાં નોકરી
નેવીમાં પણ હોટલ મેનેજમેન્ટ કરનારા ઉમેદવારો માટે ભરતી નીકળે છે. જેમાં સૈનિકો માટે ભોજન બનાવવું અને પીરસવું મુખ્ય કામ હોઈ શકે છે. આ માટે તમે નેવીની ભરતી માટે અરજી કરી શકો છો. ખાસ વાત એ છે કે આ જગ્યાએ કામ કરવા માટે તમારે અનુશાસનનું પાલન કરવું પડશે. ઉપરાંત, કેટલીકવાર મર્યાદિત સંસાધનો સાથે કામ કરવું પડી શકે છે.
ક્રુઝમાં પણ નોકરી મેળવી શકો છો
એરલાઈન્સ અને ક્રુઝ લાઈનર કંપનીઓમાં પણ હોટલ મેનેજમેન્ટ કરેલ ઉમેદવારોની ખૂબ માંગ છે. આમાં તમારે માત્ર ભોજન બનાવવાનું કે સર્વ કરવાનું જ નહીં પરંતુ મુસાફરો કે મહેમાનોને તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવાનું કામ પણ કરવું પડે છે. આવનારા સમયમાં આ ક્ષેત્ર વધુ ઉભરી રહ્યું છે. આમાં તમને કારકિર્દી ઘણા વિકલ્પો મળી શકે છે.








