મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા પછી આ છે બેસ્ટ કરિયર ઓપ્શન, લાખોમાં કરી શકશો કમાણી

હાલમાં, આપણા દેશમાં કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. B.Techના વિદ્યાર્થીઓ

કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા પછી આ છે બેસ્ટ કરિયર ઓપ્શન, લાખોમાં કરી શકશો કમાણી

હાલમાં, આપણા દેશમાં કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. B.Techના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની પ્રથમ પસંદગી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરવાની હોય છે. કારણ કે કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા બાદ અન્ય બ્રાન્ચની સરખામણીમાં વધુ સારા કરિયર વિકલ્પો ઓપ્શન છે.

કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા પછી, તમને સારા પગાર સાથે નોકરી મેળવવાની વધુ તક મળે છે. જો તમે પણ કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરી રહ્યાં છો અથવા કરવા માંગો છો, તો તમારી પાસે વિવિધ નોકરીઓની તકો છે. ચાલો જાણીએ કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા પછી બેસ્ટ કરિયર ઓપ્શન ક્યા છે.

સોફ્ટવેર એન્જિનિયર

B.Tech કર્યા પછી બેસ્ટ કરિયર ઓપ્શન સોફ્ટવેર એન્જિનિયર છે. આમાં, નવા સોફ્ટવેર ડેવલોપ કરવાનું, એપ્લિકેશન્સ ડેવલોપ કરવી તેમજ તેનું સંચાલન અને તેના માટે પ્રોગ્રામિંગનું કામ કરવામાં આવે છે. આ સાથે, કોડિંગ, ટેસ્ટીંગ અને સોફ્ટવેરમાં ઉદભવતી સમસ્યાઓનું નિવારણ લાવવાનું હોય છે. વિવિધ સોફ્ટવેર કંપનીઓ અને આઈટી કન્સલ્ટન્સી સહિત વિવિધ સ્થળોએ સોફ્ટવેર એન્જિનિયરોની માંગ સતત રહે છે. કોર્સ પૂરો થતા જ આ કંપનીઓ તમને લાખોના પેકેજ પર હાયર કરે છે.

વેબ ડેવલપર

કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા પછી, તમે વેબ ડેવલપર પણ બની શકો છો. વેબ ડેવલપરનું કામ વેબસાઈટ બનાવવાનું અને તેની જાળવણી કરવાનું છે. જો વેબસાઈટ પર કોઈ સમસ્યા હોય, તો વેબ ડેવલપરનું કામ છે કે તે તેને ઠીક કરે. આપણા દેશમાં વેબ ડેવલપરનો પગાર પ્રતિ વર્ષ 4 થી 5 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.

ડેટા સાયન્ટિસ્ટ

હાલમાં આપણા દેશમાં, બેંકિંગ, હેલ્થકેર, ઈ-કોમર્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ડેટા સાયન્ટિસ્ટની ભારે માંગ છે. કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યા પછી, તમે આ ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકો છો. ડેટા સાયન્ટિસ્ટની પોસ્ટ માટે તમારો પ્રારંભિક પગાર પ્રતિ વર્ષ 5 થી 6 લાખ રૂપિયા હોઈ શકે છે.

આ બધા ઉપરાંત, કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરતા ઉમેદવારો કમ્પ્યુટર નેટવર્ક એન્જિનિયર, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ, કોમ્પ્યુટર સાયન્સ બ્લોગર, બ્લોકચેન ડેવલપર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટ, આઈટી કન્સલ્ટન્ટ, ગેમ ડેવલપર વગેરેની પોસ્ટ પર સરળતાથી નોકરી મેળવી શકે છે. પ્રારંભિક તબક્કામાં જ વાર્ષિક 5 લાખ રૂપિયાનો વાર્ષિક પગાર સરળતાથી મેળવી શકે છે. સમય અને અનુભવ સાથે પગાર વધે છે.

આ સમાચાર શેર કરો