મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક, ભારતીય માનક બ્યુરોમાં 345 જગ્યાઓ પર ભરતી બહાર પડી

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે (BIS) ભરતી

સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક, ભારતીય માનક બ્યુરોમાં 345 જગ્યાઓ પર ભરતી બહાર પડી

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે (BIS) ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ BISમાં બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ ભરતી અભિયાનથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સ્ટેનોગ્રાફર, સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ પર નોકરી આપવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે 30 સપ્ટેમ્બર 2024 સુધી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની સત્તાવાર વેબસાઈટ bis.gov.in પર જઈને અરજી કરી શકો છો.

ખાલી જગ્યાની વિગતો

  • પોસ્ટ્સની કુલ સંખ્યા - 345
  • સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ - 128 જગ્યાઓ
  • જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ - 78 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર - 43 જગ્યાઓ
  • પર્સનલ આસિસ્ટન્ટ - 27 જગ્યાઓ
  • ટેકનિકલ આસિસ્ટન્ટ - 27 જગ્યાઓ
  • સ્ટેનોગ્રાફર - 19 જગ્યાઓ
  • સિનિયર ટેકનિશિયન - 18 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) - 01 જગ્યા
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર (માર્કેટિંગ) - 01 જગ્યા
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર (હિન્દી) - 01 જગ્યા
  • સહાયક - 01 જગ્યા
  • ટેકનિશિયન - 01 જગ્યા

શૈક્ષણિક લાયકાતો

અરજી કરવા માટે, ઉમેદવારો પાસે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે, જેમાં CA, MBA, MA, PG, ગ્રેજ્યુએટ અને 10 પાસ જેવી લાયકાતનો સમાવેશ થાય છે. પોસ્ટ મુજબ સ્કીલ ટેસ્ટ પણ લેવામાં આવશે. પાત્રતા સંબંધિત વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની ચેક કરી શકે છે.

વય મર્યાદા

આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 27થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

પગાર કેટલો હશે?

પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ મુજબ લેવલ 2થી લેવલ 10 સુધી પગાર ધોરણ મળશે.

આ રીતે સિલેક્શન થશે

  • લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ/ક્વોલિફાઈંગ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરીફિકેશન
  • મેડીકલ એક્ઝામિનેશન

અરજી ફી

આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ માટે અરજી ફી 800 રૂપિયા છે, જ્યારે અન્ય પોસ્ટ માટે ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી. 

આ સમાચાર શેર કરો