JOB / કોલ ઈન્ડિયામાં નીકળી બમ્પર ભરતી, તમારી પાસે પણ આ લાયકાત છે તો આજે જ ભરો ફોર્મ
કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, જે માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છ

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, જે માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. લાયક ઉમેદવારો 28 નવેમ્બર, 2024 સુધીમાં CILની સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા વિવિધ એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં 640 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
આ પણ વાંચો: JEE Main 2025 માટે શરૂ થઈ ગઈ અરજી પ્રક્રિયા, અહીં જાણો સંપૂર્ણ શેડ્યૂલ
શૈક્ષણિક લાયકાત
મેનેજમેન્ટ ટ્રેઈનીની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ B.Tech/BEની ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ અથવા અંતિમ વર્ષમાં હોવા જોઈએ. આ સાથે માન્ય GATE 2024 સ્કોર હોવો આવશ્યક છે.
પસંદગી પ્રક્રિયા
વિવિધ એન્જિનિયરિંગ વિષયોમાં મેનેજમેન્ટ ટ્રેઇની ભૂમિકાઓ માટેની પસંદગી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) 2024ના સ્કોરના આધારે કરવામાં આવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ GATE સ્કોરના આધારે ડિસિપ્લીન અને કેટેગરી મુજબની મેરિટ લિસ્ટ તૈયાર કરશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો પછી મેડિકલ ટેસ્ટ માટે આગળ વધશે.
પગાર અને ભથ્થાં
પસંદગીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને મેનેજમેન્ટ ટ્રેઈની માટે E-2 ગ્રેડમાં એક વર્ષના પ્રોબેશન પીરીયડમાં મૂકવામાં આવે છે, જેનું વેતન 50,000થી 1,60,000 રૂપિયા સુધી હોય છે.
પ્રોબેશન પછી, ઉમેદવારને E-3 કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવશે. જેમાં મોંઘવારી ભથ્થું, એચઆરએ, તબીબી સુવિધાઓ, પ્રદર્શન સંબંધિત પગાર અને ગ્રેચ્યુટી જેવા વધારાના લાભો સાથે 60,000થી 1,80,000 રૂપિયા પ્રતિ મહિનાનો પગાર હશે.








