Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Bumper recruitment for graduate candidates in SBI

BANK JOB / SBIમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નીકળી બમ્પર ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
BANK JOB / SBIમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નીકળી બમ્પર ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ
સોર્સ : GSTV

બેંકિંગ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા યુવાનો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એક મોટી તક લાવી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ભરતી 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું છે. આ ભરતી દ્વારા SBI દેશભરના વિવિધ સર્કલમાં કુલ 2,050 નિયમિત અને 223 બેકલોગ જગ્યાઓ ભરી રહી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત સમયમર્યાદામાં સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે.

App Store

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

SBI CBO ભરતી 2026 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી, 2026 છે. આ ભરતી માટે એડમિટ કાર્ડ માર્ચ 2026માં બહાર પાડવામાં આવશે અને ઓનલાઈન પરીક્ષા તે જ મહિનામાં લેવામાં આવશે તેવી શક્યતા છે. અરજીઓ ફક્ત SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers અથવા sbi.bank.in/careers દ્વારા જ કરી શકાશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એન્જિનિયરિંગ, મેડિકલ, CA અથવા કોસ્ટ એકાઉન્ટિંગ જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જે સર્કલ માટે અરજી કરવામાં આવી રહી છે તેની સ્થાનિક ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. વધુમાં, અનુસૂચિત વાણિજ્યિક બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં અધિકારી કેડરના પદ પર ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ જરૂરી છે.

વય મર્યાદા

વય મર્યાદા 21થી 30 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે, નિયમો મુજબ રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે. 

પસંદગી પ્રક્રિયા

SBI CBO ભરતી માટેની પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં 170 માર્ક્સની ઓનલાઈન પરીક્ષા હશે, જેમાં 120 માર્ક્સની ઓબ્જેક્ટિવ ટેસ્ટ અને 50 માર્ક્સની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા હશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, 50 માર્ક્સનો ઇન્ટરવ્યુ અને છેલ્લે સ્થાનિક ભાષાની ટેસ્ટ લેવામાં આવશે.

પગાર

પસંદ કરાયેલા ઉમેદવારોને જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I હેઠળ નિયુક્ત કરવામાં આવશે. જેનો પ્રારંભિક મૂળભૂત પગાર દર મહિને 48,480 રૂપિયા હશે. આ ઉપરાંત, DA, HRA, પેટ્રોલ ભથ્થું અને તબીબી લાભો પણ આપવામાં આવશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા છે, જ્યારે SC, ST અને PwBD ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.