Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : BOI SO Recruitment 2025 know details

BANK JOB / બેંક ઓફ ઈન્ડિયામાં ઓફિસરની પોસ્ટ માટે નીકળી ભરતી, પગાર એક લાખથી વધુ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
BANK JOB / બેંક ઓફ ઈન્ડિયામાં ઓફિસરની પોસ્ટ માટે નીકળી ભરતી, પગાર એક લાખથી વધુ
સોર્સ : GSTV

બેંક ઓફ ઈન્ડિયા (BOI) દ્વારા ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. બેંક ઓફ ઈન્ડિયામાં ઓફિસર તરીકે કામ કરવામાં રસ ધરાવતા લોકો માટે આ એક સુવર્ણ તક છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 115 જગ્યા ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ૩૦ નવેમ્બર, 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે બેંકની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

App Store

પગાર ધોરણ

  • ગ્રેડ સ્કેલ-II - પ્રતિ માસ 64,820 રૂપિયાથી લઈને 93,960 રૂપિયા સુધી.
  • ગ્રેડ સ્કેલ-III - પ્રતિ માસ 85,920 રૂપિયાથી લઈને 1,05,280 રૂપિયા સુધી
  • ગ્રેડ સ્કેલ-IV - પ્રતિ માસ 1,02,300 રૂપિયાથી લઈને 1,20,940 રૂપિયા સુધી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં અંગ્રેજી અને પ્રોફેશનલ નોલેજને લગતા 125 માર્ક્સના પ્રશ્નો પૂછશે. પરીક્ષાનો સમયગાળો 100 મિનિટનો છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

અરજી ફી

બધા ઉમેદવારોએ અરજી કરવા માટે અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને PWD ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા છે, જ્યારે અન્ય ઉમેદવારો માટે અરજી ફી 850 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટ bankofindia.bank.in ની મુલાકાત લો.
  • હવે વેબસાઈટના હોમપેજ પર ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો.
  • આ પછી બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
  • હવે નિર્ધારિત અરજી ફી ચૂકવો.
  • ફોર્મ ભર્યા પછી બધી માહિતી કાળજીપૂર્વક ચેક કરી લો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લો.