સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટી ખુશ ખબર, GPSC દ્વારા 300થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ 2 અને વર્ગ 3 સહીત વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. GPSC દ્વારા કૂલ 300થી વધુ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. GPSC Recruitment અંતર્ગત લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલી નાયબ સેક્શન અધિકારી માટેની 40પદ માટેની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સિવાય નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2, કાર્યપાલક ઈજનેર(સિવિલ) વર્ગ 1, સ્ટેનોગ્રાફર ગુજરાતી ગ્રેડ 1 (ગુજરાતી) સહિતની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
વાંચો સંપૂર્ણ નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ 21 પોસ્ટની કૂલ 315 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. અરજદારો તારીખ 15/10/2024 (બપોરના 13:00)થી તારીખ 30/10/2024 (રાત્રે 11:59) સુધી Online અરજી કરી શકે છે. સંપૂર્ણ નોટિફિકેશન નીચે પ્રમાણે છે, તેના પરથી તમે ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી મેળવી શકો છો.






