CAPFમાં નોકરી કરવાની સુવર્ણ તક, 500થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ભરતી 2024 હેઠળ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 506 જગ્યાઓ માટે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ભરતી 2024 હેઠળ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 506 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 છે. આ ભરતીમાં પસંદ કરાયેલા પુરૂષ અને મહિલા બંને ઉમેદવારો આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ પર નિમણૂક માટે પાત્ર હશે. ચાલો જાણીએ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે કેવી રીતે અરજી કરી શકાય છે.
ખાલી જગ્યાઓની વિગત
- બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં 186 જગ્યાઓ
- સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં 120 જગ્યાઓ
- કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં 100 જગ્યાઓ
- ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં 58 જગ્યાઓ
- સશાસ્ત્ર સીમા બળ (SSB) માં 42 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેલે કે ઉમેદવારનો જન્મ 2જી ઓગસ્ટ 1999 પહેલા અથવા 01મી ઓગસ્ટ 2004 પછી થયો ન હોવો જોઈએ. ઉમેદવાર શારીરિક રીતે ફિટ અને સ્વસ્થ હોવો જોઈએ.
આ રીતે ઓનલાઈન ફોર્મ ભરો
- ઉમેદવારોએ UPSCની સત્તાવાર વેબસાઇટ https://upsc.gov.in/ પર જઈને રજીસ્ટ્રેશન (OTR) પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- OTR પૂર્ણ થયા પછી, તેઓ ફોર્મ ભરવા માટે આગળ વધી શકે છે.
- 'Apply Online' ટેબ પર ક્લિક કરો.
- 'UPSC CAPF Recruitment 2024' લિંક પર ક્લિક કરો.
- નોટિફિકેશનને ધ્યાનથી વાંચો અને 'New Registration' બટન પર ક્લિક કરો.
- અહીં જરૂરી માહિતી દાખલ કરો અને રજીસ્ટ્રેશન કરો.
- તમારી લોગિન વિગતોનો ઉપયોગ કરીને પોર્ટલ ઓપન કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- છેલ્લે તમારું ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
- રજીસ્ટ્રેશન નંબર સુરક્ષિત રાખો, તેનો ઉપયોગ આજીવન થઈ શકે છે.
અરજી ફી
- જનરલ અથવા OBC ઉમેદવારો માટે ફી રૂ 200 છે.
- મહિલા ઉમેદવારો અને SC અથવા ST ઉમેદવારોએ કોઈ ફી જમા કરવાની નથી.
અરજી કરતી વખતે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખો
- આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર અથવા 10માની માર્કશીટ
- ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી
- કાસ્ટ સર્ટીફીકેટ (જો લાગુ પડતું હોય તો)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
- પ્રારંભિક પરીક્ષા: આ તબક્કામાં ઓબ્જેક્ટીવ એક્ઝામ લેવામાં આવશે. જેમાં સામાન્ય જ્ઞાન, રીઝનીંગ, અંગ્રેજી ભાષા અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે.
- મુખ્ય પરીક્ષા: તે લેખિત પરીક્ષા છે જેમાં નિબંધ, સામાન્ય અભ્યાસ અને વિશેષ વિષયોની પરીક્ષા લેવામાં આવશે.
- ત્રીજા તબક્કામાં શારીરિક પરીક્ષાનો સમાવેશ થાય છે.








