JOB / સેન્ટ્રલ બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર થશે ભરતી, આ તારીખ સુધી ભરી લો ફોર્મ
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટા સમાચાર છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટા સમાચાર છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઈટ, ibpsonline.ibps.in પર 3 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો: JOB / ITBPમાં સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બનવાની તક, 10 પાસ ઉમેદવારો પણ કરી શકે છે અરજી
કેટલી જગ્યાઓ પર ભરતી થશે?
નોટિફિકેશન મુજબ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 253 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી માટે 105 જગ્યાઓ, OBC માટે 68 જગ્યાઓ, SC માટે 37 જગ્યાઓ, ST માટે 18 જગ્યાઓ અને EWS માટે 25 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ 14મી ડિસેમ્બરે લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં લેવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- પછી ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- આ પછી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- પછી અરજી કરવા માટે જરૂરી માહિતી દાખલ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લો.
અરજી ફી
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પોસ્ટ મુજબ અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે SC/ST કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે 175 રૂપિયા અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ચૂકવવા પડશે.






