RRB NTPC Recruitment / રેલ્વેમાં ક્લાર્કની 3445 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, આ તારીખ પહેલા ભરો ફોર્મ
જો તમે રેલ્વેમાં નોકરી કરવા માંગો છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. રેલ્વેમાં 3 હજારથી વધુ જગ્ય

જો તમે રેલ્વેમાં નોકરી કરવા માંગો છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. રેલ્વેમાં 3 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેના માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રેલ્વે ભરતી બોર્ડે આજથી એટલે કે 21મી સપ્ટેમ્બરથી RRB NTPC UG ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવતા ઉમેદવાર RRB ની સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in ની જઈને અરજી શકે છે.
આ ભરતી અભિયાન હેઠળ રેલ્વેમાં કુલ 3,445 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 છે. અરજી ફી 22 ઓક્ટોબર 2024 સુધી ચૂકવી શકાશે.
ખાલી જગ્યાની વિગતો
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક- 2022 જગ્યાઓ
- એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ – 361 જગ્યાઓ
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ- 990 જગ્યાઓ
- ટ્રેન ક્લાર્ક- 72 જગ્યાઓ
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા RRBની સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in પર જાઓ.
- પછી હોમ પેજ પર ઉપલબ્ધ 'RRB NTPC UG Recruitment 2024' લિંક પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે, જ્યાં ઉમેદવારોએ એકાઉન્ટ બનાવવાનું રહેશે.
- એકાઉન્ટ બનાવ્યા બાદ લોગિન કરો.
- અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.
- સબમિટ બટન પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
- ભવિષ્યની જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
વય મર્યાદા 18થી 33 વર્ષની રાખવામાં આવી છે. આ ઉપરાંત SC અને ST કેટેગરી માટે પાંચ વર્ષની છૂટછાટ અને OBC માટે ત્રણ વર્ષની છૂટ પણ લાગુ પડશે. ઉંમરની ગણતરી 01 જાન્યુઆરી 2025 થી કરવામાં આવશે. આ ભરતી અભિયાનમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ નક્કી કરવમાં આવેલ છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબ'સાઈટની મુલાકાત લો.
અરજી ફી કેટલી છે?
RRB NTPC ભરતી માટેની અરજી ફી SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, મહિલા, PwBD, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા છે, જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે. જો ઉમેદવારો કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT) માં હાજર રહે છે, તો તેમને અરજી ફીનું આંશિક રિફંડ મળી શકે છે.
મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એક્ટિવ રાખો
ઉમેદવારોએસમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન તેમનો મોબાઈલ નંબર અને માન્ય ઈમેલ આઈડી એક્ટિવ રાખવા મહજરૂરી છે, કારણ કે RRB ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી સંબંધિત તમામ માહિતી માત્ર SMS અને ઈમેલ દ્વારા જ મોકલવામાં આવશે.








