Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Applications For The Assistant Chef Position Has Invited from here

JOB / ભોજન બનાવવાનો શોખ છે? અહીં આસિસ્ટન્ટ શેફની જગ્યા પર નીકળી ભરતી, જાણો લાયકાત સહિતની વિગતો

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
JOB / ભોજન બનાવવાનો શોખ છે? અહીં આસિસ્ટન્ટ શેફની જગ્યા પર નીકળી ભરતી, જાણો લાયકાત સહિતની વિગતો
સોર્સ : GSTV

જો તમને ભોજન બનાવવાનો શોખ છે અને તમે તેને કારકિર્દીમાં ફેરવવા માંગો છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ આસિસ્ટન્ટ શેફની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ, sportsauthorityofindia.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 17 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 5:00 બંધ થશે.

App Store

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

50 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, અથવા BA/BSc ઈન કલિનરી આર્ટ્સ જેવી ડિગ્રી હોવી જોઈએ. કલિનરી આર્ટ્સ અથવા ફૂડ પ્રોડક્શનમાં અનુસ્નાતક ડિપ્લોમા પણ સ્વીકારવામાં આવે છે. આ સિવાય ઉમેદવારો પાસેથી સંબંધિત ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, અને અંતિમ મેરિટ લિસ્ટ આમાંથી તૈયાર કરવામાં આવશે. આ જગ્યા પર 4 વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેસિસ પર ભરતી કરવામાં આવશે, જેને લંબાવી શકાય છે.

પગાર કેટલો છે?

આ પોસ્ટ રાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તક આપે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 50,000 રૂપિયાનો પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ, sportsauthorityofindia.nic.in/saijobs પર જાઓ.
  • અરજી માટે માન્ય ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઇલ નંબર જરૂરી છે.
  • ફોર્મમાં ભ્ર્ત્વા માટે જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • સરકારી કર્મચારીઓએ તેમના NOCની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે.
  • અરજી ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

આ તક એવા લોકો માટે છે જેઓ રસોઈ પ્રત્યેના તેમના જુસ્સાને કારકિર્દીમાં ફેરવવા અને રાષ્ટ્રીય સ્તરે કામ કરવાનો અનુભવ મેળવવા માંગે છે.