JOB / એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, એક લાખથી વધુ છે સેલેરી

જો તમે નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કન્સલ્ટન્ટ અને જુનિયર કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખ સુધીમાં અથવા તે પહેલાં અરજી કરી લેવી જોઈએ. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેસિસ પર હશે.
વય મર્યાદા
- કન્સલ્ટન્ટની જગ્યા પર અરજી કરનારા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.
- જુનિયર કન્સલ્ટન્ટની જગ્યા પર અરજી કરનારા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે.
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે.
વધુમાં, કન્સલ્ટન્ટની જગ્યા માટેના ઉમેદવારોને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ/એક્ઝિક્યુશન અને ટેન્ડરિંગમાં 5થી 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જુનિયર કન્સલ્ટન્ટની જગ્યા માટે, ઉમેદવારોને તે જ ક્ષેત્રમાં 3થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગારની વિગતો
- કન્સલ્ટન્ટ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 1,20,000 પગાર મળશે.
- જુનિયર કન્સલ્ટન્ટ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 1,00,000 રૂપિયા પગાર મળશે.
કેવી રીતે કરવી અરજી?
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- આ પછી કરિયર ટેબ પર જાઓ.
- ત્યારબાદ સંબંધિત લિંક પર ક્લિક કરો.
- હવે તમારું રજીસ્ટ્રેશન કરાવો.
- આ પછીતમારું અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
- છેલ્લે, ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
પસંદગી કેવી રીતે થશે?
આ જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાત, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યુ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ઈ-મેઈલ કરવામાં આવશે. આ માટે તેઓએ કોઈ લેખિત પરીક્ષા આપવાની નહીં રહે.

