મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

SSC CGL 2024 માટેની અરજી પ્રક્રિયા શરૂ, 17 હજારથી વધુ જગ્યાઓ પર થશે ભરતી

સ્ટાફ સિલેકશન કમિશને SSC CGL 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ અરજી પ્રક્રિ

SSC CGL 2024 માટેની અરજી પ્રક્રિયા શરૂ, 17 હજારથી વધુ જગ્યાઓ પર થશે ભરતી

સ્ટાફ સિલેકશન કમિશને SSC CGL 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 24મી જુલાઈ સુધી અરજી કરી શકે છે. અધિકૃત વેબસાઈટ ssc.gov.in દ્વારા અરજી કરવાની રહેશે. સ્ટાફ સિલેક્શન કમિશન CGL 2024 દ્વારા ગ્રુપ 'B' અને ગ્રુપ 'C' ની કુલ 17,727 ખાલી જગ્યાઓની ભરતી કરશે.

જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, અરજી કરનાર ઉમેદવારો 25મી જુલાઈના રોજ બપોરે 11 વાગ્યા પહેલા અરજી ફી જમા કરાવી શકે છે. કરેકશન વિન્ડો 10 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. ટાયર 1ની પરીક્ષા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં અને ટાયર 2ની પરીક્ષા ડિસેમ્બર 2024માં લેવામાં આવી શકે છે.

અરજી કોણ કરી શકે છે?

SSC CGL 2024 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. વધુ પાત્રતા સંબંધિત માહિતી માટે, ઉમેદવારો જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન ચેક શકે છે. અરજી કરવા માટે ઉમેદવારની ન્યુનત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વાય 32 વર્ષ હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની અને OBCને 3 વર્ષની છૂટ આપવામાં આવી છે.

અરજી ફી

અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. SC, ST અને દિવ્યાંગ વર્ગના અરજદારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી યુપીઆઈ, નેટ બેંકિંગ અથવા વિઝા કાર્ડ દ્વારા જમા કરી શકાય છે.

SSC CGL 2024 કેવી રીતે અરજી કરવી

  • SSCની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલ Apply ટેબ પર ક્લિક કરો.
  • હવે વિગતો દાખલ કરીને નોંધણી કરો અને અરજી કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી જમા કરો.
  • એકવાર ફોર્મ તપાસો અને સબમિટ કરો.

પસંદગી કેવી રીતે થશે?

અરજદારોની પસંદગી ટાયર 1 અને ટાયર 2 પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. ટાયર 1 પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો ટાયર 2 પરીક્ષામાં હાજર રહેશે. ટાયર 1ની પરીક્ષા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં લેવામાં આવશે. એડમિટ કાર્ડ નિયત સમયે આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો