મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

UPSC CSE Mains માટે બહાર પાડવામાં આવ્યું એપ્લીકેશન ફોર્મ, પ્રિલિમ્સ પાસ ઉમેદવારો આ તારીખ સુધી કરી શકે છે અરજી

UPSC એ CSE Mains 2024 માટે એપ્લીકેશન ફોર્મ (DAF-1) બહાર પાડ્યું છે, જે ઉમેદવારોએ આ વખતે UPSC પ્રિલિમ્સ પરીક્ષા

UPSC CSE Mains માટે બહાર પાડવામાં આવ્યું એપ્લીકેશન ફોર્મ, પ્રિલિમ્સ પાસ ઉમેદવારો આ તારીખ સુધી કરી શકે છે અરજી

UPSC એ CSE Mains 2024 માટે એપ્લીકેશન ફોર્મ (DAF-1) બહાર પાડ્યું છે, જે ઉમેદવારોએ આ વખતે UPSC પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી છે તેઓ સત્તાવાર વેબસાઈટ upsc.gov.in અથવા upsconline.nic.in પર અરજી કરી શકે છે. આ DAF ફોર્મ એવા ઉમેદવારો માટે જારી કરવામાં આવે છે કે જેઓ UPSC પ્રિલિમ્સમાં પાસ થયા હોય.

CSE Mains 2024 સપ્ટેમ્બર 20, 2024થી લેવામાં આવે તેવી શક્યતા છે. સિવિલ સર્વિસ પરીક્ષા 2024 દ્વારા આશરે 1056 ખાલી જગ્યાઓની ભરવામાં આવશે. ઉમેદવારો 12મી જુલાઈ સાંજે 6 વાગ્યા સુધી મેઇન્સ માટે ફોર્મ ભરી શકે છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મેઇન્સ 2024 માટે વિગતવાર અરજી ફોર્મ-I (DAF-I) માં ફરીથી અરજી કરવાની રહેશે, જે UPSCની વેબસાઇટ https://upsconline.nic.in પર 12 જુલાઈના સાંજના 6:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરો

આગલા તબક્કા માટે રજીસ્ટ્રેશન કરવા માટે, છેલ્લી તારીખ પહેલા UPSC DAF 1 યોગ્ય રીતે ભરવું જરૂરી છે. UPSC Mains DAF 2024માં, પર્સનલ, એકેડમિક, માતા-પિતા અને વર્ક એક્સપિરિયન્સ વિશેની માહિતી આપવી જરૂરી છે. જેઓ UPSC મેઇન્સમાં પસંદ થયા છે તેઓને આ ફોર્મનો બીજો ભાગ એટલે કે DAF II ભરવા માટે આમંત્રિત કરવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખ

  • UPSC CSE DAF I - જુલાઈ 03, 2024
  • UPSC મેઇન્સ માટે DAF I ભરવાની છેલ્લી તારીખ - 12 જુલાઈ, 2024 (સાંજે 6:00)
  • UPSC મેઇન્સનું એડમિટ કાર્ડ - ઓગસ્ટ, 2024
  • UPSC CSE મેઇન્સની તારીખ - 20 સપ્ટેમ્બર, 2024

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જાઓ
  • પછી 'UPSCની વિવિધ પરીક્ષાઓ માટે DAF' પર જાઓ અને DAF-I લિંક પર ક્લિક કરો.
  • આ પછી, તમારી રજીસ્ટ્રેશન ડીટેલ એન્ટર કરીને લોગિન કરો.
  • પછી DAF ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરો.
  • છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરો અને ભીસ્ય માટે પ્રિન્ટઆઉટ લો.

આ સમાચાર શેર કરો