ભારતીય વાયુસેનામાં 300થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, જાણો અરજી સંબંધિત વિગતો
ભારતીય વાયુસેનાએ AFCAT 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એરમેન અને અગ્નિવીર પછી આ જગ્યાઓ માટે ભરતી કરવામાં

ભારતીય વાયુસેનાએ AFCAT 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એરમેન અને અગ્નિવીર પછી આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. એરફોર્સની ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચની 304 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે 30 મેથી 28 જૂન સુધી ફોર્મ ભરી શકે છે. ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ afcat.cdac.in પર જઈને આ ફોર્મ સંબંધિત માહિતી મેળવી શકે છે.
AFCAT માટે શૈક્ષણિક લાયકત
ફ્લાઈંગ બ્રાન્ચ માટે અરજી કરવા માટે ઉમેદવાર 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ (મેથ્સ અને ફિઝીક્સ) માં 50 ટકા સાથે પાસ થયેલ હોવા જોઈએ. આ સિવાય BE અને B.Techમાં 60 ટકા મળેલા હોવા જોઈએ.
ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ શાખા
ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ બ્રાન્ચની જગ્યાઓ માટે ઉમેદવારે વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, BE અથવા B.Techમાં 60 ટકા હોવા જોઈએ.
ગ્રાઉન્ડ ડ્યુટી (નોન ટેકનિકલ) શાખા
આ પોસ્ટ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન પ્રવાહ સાથે 12મા ધોરણમાં 50 ટકા હોવા ફરજિયાત છે. આ સિવાય કોઈપણ પ્રવાહમાં સ્નાતક અને અનુસ્નાતકમાં 60 ટકા હોવા જોઈએ.
AFCAT માટે વય મર્યાદા
ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ બ્રાન્ચની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે અને ગ્રાઉન્ડ ડ્યુટી માટે 20થી 26 વર્ષની હોવી જોઈએ.
AFCAT માટે પસંદગી પ્રક્રિયા
ભારતીય વાયુસેનાની AFCAT 2024 નિમણૂક માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ થાય છે.
લેખિત પરીક્ષા 2 કલાક અને 300 માર્ક્સની હોય છે. તેમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં જનરલ અવેરનેસ, અંગ્રેજીમાં વર્બલ એબિલિટી, ન્યુમેરિકલ એબિલિટી, રિઝનિંગ અને મિલિટરી એપ્ટિટ્યુડ ટેસ્ટ જેવા વિષયોને લગતા ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો પણ સમાવેશ થાય છે. ખોટા જવાબ માટે 1 માર્ક કાપવામાં આવશે.
આ રીતે અરજી કરો
- અરજી કરવા માટે, AFCATની વેબસાઈટ afcat.cdac.in ની મુલાકાત લો.
- આ પછી હોમ પેજ પર દેખાતી IAF AFCAT 2 2024 લિંક પર ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ તમારી સ્ક્રીન પર દેખાશે.
- હવે તેમાં જરૂરી માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરો, તેને અપલોડ કરો અને સબમિટ કરો.
- એપ્લિકેશન ફી જમા કરીને અંતિમ સબમિશન કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો.








