મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Stock Market: ગુરુ નાનક જયંતિ પર 15 નવેમ્બરે શેરબજાર ખુલશે કે નહીં?

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોને આ ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું નુ

Stock Market: ગુરુ નાનક જયંતિ પર 15 નવેમ્બરે શેરબજાર ખુલશે કે નહીં?

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.  રોકાણકારોને આ ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે શુક્રવારે 15 નવેમ્બર 2024ના રોજ ગુરુ નાનક જયંતિ છે.જેના પગલે શેરમાર્કેટમાં  ટ્રેડિંગ થશે નહીં. આમ સળંગ ત્રણ દિવસ શેરબજારમાં રજા રહેશે. આ અંગેની જાણકારી BSE અને NSEની સત્તાવાર વેબસાઈટ પરથી મળી છે.

સેન્સેક્સ 110 પોઈન્ટ તૂટ્યો

શેરબજાર બંધ થવા સુધીમાં ગુરૂવારે સેન્સેક્સ 110 પોઈન્ટ ગગડીને 77,580ના સ્તરે ક્લોઝ થયો છે. જ્યારે નિફ્ટી 26 પોઈન્ટ ઘટીને 23,532ના સ્તરે બંધ થયો છે. 

આ પણ વાંચો: Bitcoin સર્વકાલીન ઊંચાઈ પહોંચ્યો: ટ્રમ્પના વચને ઉત્સાહ વધાર્યો

 

આ શેરોમાં જોવા મળી તેજી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરમાં સૌથી વધુ 1.25%નો વધારો નોંધાયો હતો.  કોટક બેન્ક 1.19%, ટેક મહિન્દ્રા 0.72%, એચડીએફસી બેંકનો શેર 0.68 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ શેરો લાલ નિશાને થયા બંધ

એચયુએલમાં મહત્તમ 3.08%નો ઘટાડો, જ્યારે નેસ્લે ઇન્ડિયાનો શેર 2.35%, એનટીપીસી  2.33%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.89%, પાવર ગ્રીડના શેરમાં 1.86%નો ઘટાડો નોંધાયો હતો.

20 નવેમ્બરે શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં

આ ઉપરાંત શેરમાર્કેટમાં 20 નવેમ્બર અને 25 ડિસેમ્બરના રોજ પણ કોઈ ટ્રેડિંગ થશે નહીં. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. આવી સ્થિતિમાં શેરબજાર સંપૂર્ણપણે બંધ રહેશે. BSE અને NSE પર કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં. 

આ સમાચાર શેર કરો