Top up home loan / ટોપ અપ હોમ લોન શું છે, તેનાથી કેવી રીતે થાય છે ફાયદો? અહીં જાણો
ટોપ અપ હોમ લોન એવા લોકોને ઓફર કરવામાં આવે છે જેમણે પહેલેથી જ હોમ લોન લીધી છે. આ લોન સાથે, લોકો તેમની વર્

ટોપ અપ હોમ લોન એવા લોકોને ઓફર કરવામાં આવે છે જેમણે પહેલેથી જ હોમ લોન લીધી છે. આ લોન સાથે, લોકો તેમની વર્તમાન લોનની રકમ ઉપરાંત વધુ લોન લઈ શકે છે. તમને તમારા વર્તમાન ધિરાણકર્તા કરતા ટોપ અપ લોન પર વધુ સારી ડીલ મળે છે. ટોપ અપ હોમ લોન એ તમારું દેવું મેનેજ કરવા માટે એક સસ્તો ઉકેલ છે. જો તમે રિ-પેમેન્ટ માટે ટૂંકી મુદત પસંદ કરો છો તો ટોપ-અપ હોમ લોન ખૂબ ફાયદાકારક છે. ટોપ-અપ હોમ લોનની મુદત દરેક બેંકમાં અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે ટોપ-અપ હોમ લોન ઓફર કરે છે.
ટોપ અપ હોમ લોન પર વ્યાજ દર
ટોપ અપ હોમ લોન પરના વ્યાજ દરો સામાન્ય રીતે નિયમિત હોમ લોનના દરો કરતા થોડા વધારે હોય છે. તે લોન લેનારાની પ્રોફાઇલ પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, SBIનો ટોપ અપ હોમ લોન રેટ 8.80 ટકા અને 11.30 ટકા વચ્ચે છે. આ દરો વચ્ચેનો તફાવત સામાન્ય રીતે 1થી 2 ટકા વચ્ચે હોય છે.
પર્સનલ લોન લેવાની જરૂર નથી પડતી
જો ગ્રાહક કોઈ પણ હપ્તો ચૂક્યા વિના 12 મહિના માટે હોમ લોન ચૂકવે છે, તો તે હોમ લોન ટોપ-અપ મેળવવા માટે પાત્ર બને છે. બેંક દ્વારા ટોપ-અપ માટે મંજૂર કરવામાં આવતી રકમ નિયમિત હોમ લોનમાં ચૂકવવામાં આવતા માસિક હપ્તાઓ પર પણ નિર્ભર રહેશે. જો તમને હોમ લોન ઉપરાંત વધારાના ભંડોળની જરૂર હોય, તો ટોપ-અપ હોમ લોન એક સારો વિકલ્પ છે. આ સાથે, તમારે પર્સનલ લોન માટે અલગથી અરજી કરવાની જરૂર નથી પડતી. ઘણી વખત હોમ લોન લીધા પછી કેટલાક વધારાના ખર્ચાઓ આવી જાય છે. ટોપ અપ હોમ લોન આ ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે.






