મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સેન્સેક્સ 241 પોઇન્ટ તૂટ્યો; નિફ્ટી 23,500ની નીચે ઉતર્યો, આઈટી શેરોએ લાજ રાખી

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે આઇટી શેરોમાં તેજી હોવ છતાં ઘરેલુ શેરબજાર સતત ત્રીજા કારોબારી સત્રમાં ઘટાડે બંધ રહ્ય

સેન્સેક્સ 241 પોઇન્ટ તૂટ્યો; નિફ્ટી 23,500ની નીચે ઉતર્યો, આઈટી શેરોએ લાજ રાખી

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે આઇટી શેરોમાં તેજી હોવ છતાં ઘરેલુ શેરબજાર સતત ત્રીજા કારોબારી સત્રમાં  ઘટાડે બંધ રહ્યા હતાં. કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો સુસ્ત રહેવાની આશંકા અને યુએસ વ્યાજદરમાં ઓછા વારંવારના કાપની વધતી શક્યતાઓએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. આ સિવાય વિદેશી રોકાણકારોની વેચવાલીથી આ સપ્તાહે બજાર દબાણ હેઠળ જોવા મળ્યું હતું.

શુક્રવારે (10 જાન્યુઆરી) બીએસઇ સેન્સેક્સ 77,682 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તેમાં 600થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. અંતે, સેન્સેક્સ 241.30 પોઈન્ટ અથવા 0.31% ઘટીને 77,378.91 પર બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 પોઈન્ટ ઉછાળા સાથે ખુલ્યો હતો. પરંતુ આ પણ થોડા જ સમયમાં લાલ નિશાનમાં આવી ગયો અને અંતે 95 પોઈન્ટ અથવા 0.4% ઘટીને 23,431 પર બંધ થયો.

શેરબજારમાં દસ જાન્યુઆરીએ ઘટાડાનું કારણ

ભારતીય શેરબજારમાં દેશી કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોને લઇને પ્રવર્તી રહેલી ચિંતાઓને કારણે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ રહ્યા હતાં.  સપ્તાહની શરૂઆતમાં જાહેર કરાયેલા ડેટાએ અર્થતંત્રમાં સંભવિત વૃદ્ધિ મંદીનો સંકેત આપ્યા બાદ કંપનીના પરિણામોમાં મંદી અંગેની ચિંતા વધુ તીવ્ર બની છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું, જેના કારણે બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે.

બંને ઇન્ડેક્સ આ સપ્તાહે ઘટાડા સાથે બંધ થયા

બંને ઇન્ડેક્સ આ અઠવાડિયે લગભગ 2.4% ઘટ્યા છે. આનાથી બે સપ્તાહની વૃદ્ધિનો દોર તૂટી ગયો. આ સપ્તાહ (જાન્યુઆરી 6-જાન્યુઆરી 10) સેન્સેક્સ માટે દબાણથી ભરેલું હતું અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ 1845 સુધી ઘટ્યો હતો. ગયા અઠવાડિયે સેન્સેક્સ 79,223 ના સ્તરે બંધ થયો હતો જ્યારે આ અઠવાડિયે તે 77,379 ના સ્તરે બંધ થયો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 આ સપ્તાહે (6 જાન્યુઆરી-10 જાન્યુઆરી) 573 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. ગયા અઠવાડિયે નિફ્ટી 24,004ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે આ સપ્તાહે તે 23,432 પર બંધ રહ્યો હતો, જે 573 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. માત્ર આઇટી સેક્ટર 2% ના વધારા સાથે સપ્તાહ બંધ કરવામાં સફળ રહ્યું.

આ સમાચાર શેર કરો