Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Warren Buffett will be retiring as an executive, knowing the amount of cash he has in his hands will blow your mind!

Business: વોરેન બફેટ એક્ઝિક્યુટિવ તરીકે લેશે વિદાય, તેમના હાથ પર રહેલ રોકડ રકમ જાણી તમારા પણ ઉડી જશે હોશ!

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Business: વોરેન બફેટ એક્ઝિક્યુટિવ તરીકે લેશે વિદાય, તેમના હાથ પર રહેલ રોકડ રકમ જાણી તમારા પણ ઉડી જશે હોશ!
સોર્સ : GSTV

વિશ્વના અગ્રણી રોકાણકાર વોરેન બફેટની માલિકીની બર્કશેર હેથવે પાસે 381.3 અબજ ડોલરની જંગી રોકડે વિશ્વમાં કૂતુહલ જગાડયું છે. વોરેન બફેટ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે વિદાય લેવાના છે તે પૂર્વેના છેલ્લા નાણાકીય રિપોર્ટમાં આ વાત જણાવાઈ છે. બફેટ જ્યારે હાથ પર રોકડ રાખવા માંડે છે ત્યારે બજારની ભાષામાં એવો અર્થ થાય છે કે મંદી ડોકિયા કરી રહી છે. 

App Store

બજારમાં મંદીની પ્રબળ સંભાવના હોય ત્યારે જ તેમની કંપની બર્કશેર જંગી પ્રમાણમાં રોકડ હાથવગી રાખે છે.

હાથ પર વધુ રોકડ મંદીના સંકેત

આ અગાઉ પણ મંદીનો પૂર્વ અંદેશો આવી ગયો ત્યારે જ બફેટે હાથ પર જંગી રોકડ રાખવા માંડી હતી. આ રીતે મંદીના સમયે તેમના પર હાથ પર રોકડ હતી ત્યારે જાણીતી કંપનીઓમાં અત્યંત નીચા ભાવે મોટાપાયા પર રોકાણ કરીને જંગી નફો રળ્યો હતો. હાલમાં બફેટ રોકાણ કરી રહ્યા નથી, પણ જાણે રાહ જોઈ રહ્યા હોય તેમ મનાય છે. 

તેનો પુરાવો એ છે કે સળંગ બારમાં ક્વાર્ટરમાં વોરેન બફેટની કંપનીએ તેના 283.2 અબજ ડોલરના ઇક્વિટી પોર્ટફોલિયામાં ખરીદ્યા હતા તેના કરતાં વધુ શેર વેચ્યા હતા. તેમા એપલ અને અમેરિકન એક્સપ્રેસ બેન્કને જાળવી રાખવાનો સમાવેશ થાય છે. 

છેલ્લા 5 ક્વાર્ટરથી બર્કશેરે નથી કર્યું બાયબેક

બર્કશેરે પોતાની પાસે હાલમાં છે તેવા કોઈપણ શેરની પુનઃખરીદી કરી નથી, છેલ્લા સળંગ પાંચ ક્વાર્ટરથી તેણે કોઈપણ પ્રકારનું બાયબેક કર્યું નથી. જો કે તેના શેરના ભાવ બ્રોડર માર્કેટની તુલનાએ પાછા પડયા છે. 

કંપનીનો નફો વિશ્લેષકોની આગાહી મુજબનો છે તો આવક 2% વધી છે, જે અમેરિકન અર્થતંત્રના વૃદ્ધિદર કરતાં પણ ઓછી છે. જાણીતી વિશ્લેષકે જણાવ્યું હતું કે બર્કશેરને અમેરિકન અર્થતંત્રની પારાશીશી મનાય છે. તેથી તેનો નીચો વૃદ્ધિદર તે અમેરિકન ઇકોનોમી માટે ચિંતાજનક બાબત છે. રોકાણકારોને આ શેરમાં તેજી માટે કોઈ પરિબળ દેખાતું નથી. બફેર 95 વર્ષના છે અને તે વર્ષના અંતે કંપનીના સીઇઓ તરીકેની 6 દાયકાની કારકિર્દી પૂરી કરશે, પણ તે કંપનીના ચેરમેન તરીકે તો રહેશે જ. વાઇસ ચેરમેન 63 વર્ષના ગ્રેગ અબેલ તેમનું સ્થાન સંભાળે તેમ મનાય છે.