મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

US Banking Crisis/ અમેરિકામાં હવે આ મોટી બેંક થઈ નાદાર, FDICએ લીધો કબ્જો

અમેરિકામાં બેંકોની કટોકટી આ વર્ષે પણ યથાવત જોવા મળી છે. અમેરિકામાં હવે રિપબ્લિક ફર્સ્ટ બેંક નાદા

US Banking Crisis/ અમેરિકામાં હવે આ મોટી બેંક થઈ નાદાર, FDICએ લીધો કબ્જો

અમેરિકામાં બેંકોની કટોકટી આ વર્ષે પણ યથાવત જોવા મળી છે. અમેરિકામાં હવે રિપબ્લિક ફર્સ્ટ બેંક નાદાર બની છે. વર્ષ 2024ની આ પહેલી અમેરિકન બેંક છે જે નાદાર થઈ ગઈ છે. આ પહેલા ગત વર્ષે ઘણી બેંકો નિષ્ફળ ગઈ હતી. રિપોર્ટ અનુસાર, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) એ તમામ ખામીઓને હાઇલાઇટ કર્યા બાદ તેનો કબ્જો લઇ લીધો છે. 
 
FDICએ શા માટે બેન્કનો કબ્જો લીધો ? 

રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકન બેંકિંગ ક્ષેત્ર માટે આ વર્ષના પ્રથમ સૌથી ખરાબ સમાચાર આવ્યા છે. ગયા શુક્રવારે, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પ (FDIC) એ જણાવ્યું હતું કે યુએસ નિયમનકારોએ રિપબ્લિક ફર્સ્ટ બેન્કોર્પને જપ્ત કરી લીધું છે અને તેને ફુલટન બેન્કને વેચવા માટે સંમત થયા છે.

પેન્સિલવેનિયા, ન્યુ જર્સી અને ન્યુયોર્કમાં કાર્યરત પ્રાદેશિક બેંક રિપબ્લિક ફર્સ્ટ બેંક વિશે, FDIC એ કહ્યું કે 31 જાન્યુઆરી, 2024 સુધીમાં, આ બેંક પાસે $6 બિલિયનની સંપત્તિ અને લગભગ $4 બિલિયનની થાપણો હતી. આ બેંકની નિષ્ફળતા બાદ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ફંડને લગભગ 667 મિલિયન ડોલરનો બોજ ઉઠાવવો પડી શકે છે.

ફુલટન  બેંકે લીધો કબ્જો 

રિપોર્ટ અનુસાર, ફુલટન બેંકે હવે રિપબ્લિક ફર્સ્ટ બેંકનો કબજો મેળવી લીધો છે. ફુલટન બેંકે આ બેંકની તમામ થાપણો અને સંપત્તિઓ ખરીદી લીધી છે. એટલું જ નહીં, શનિવારથી રિપબ્લિક ફર્સ્ટ બેંકની 32 શાખાઓ પણ ફૂલટન બેંક બ્રાન્ચના નામે ખોલવામાં આવી છે. આ પહેલા સિટીઝન બેંક, સિલિકોન વેલી અને સિગ્નેચર બેંક પણ બંધ થઈ ચુકી છે, જે અમેરિકામાં બેંકિંગ કટોકટીનું મોટું ઉદાહરણ છે.

ગયા વર્ષે 2023 માં, વોલ સ્ટ્રીટ જર્નલે એક અહેવાલમાં કહ્યું હતું કે રિપબ્લિક ફર્સ્ટ બેંકે એક રોકાણ જૂથ સાથે સોદો કર્યો હતો, પરંતુ આ પ્રયાસ પણ ફેબ્રુઆરી 2024 સુધીમાં નિરર્થક ગયો. ડીલની નિષ્ફળતા પછી, FDIC એ બેંકને કબ્જે કરી વેચવાના પ્રયાસો ફરી શરૂ કર્યા હતા.

ગયા વર્ષથી જ સંકેતો દેખાવા લાગ્યા હતા

રિપબ્લિક ફર્સ્ટ બેંકમાં કટોકટી ગયા વર્ષથી વધુ ઘેરી બની હતી, જ્યારે બેંકે નોકરીઓમાં ભારે કાપ મૂકવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, તે મોર્ટગેજ બિઝનેસમાંથી બહાર નીકળી ગઈ હતી. તેની પાછળનું કારણ ઊંચો ખર્ચ અને નફામાં સુધારાનો અભાવ હતો. વર્ષ 2024 સુધીમાં, બેંકના શેર પણ ખરાબ સ્થિતિમાં હતા અને 26 એપ્રિલના રોજ, બેંકના એક શેરની કિંમત $2 થી ઘટીને લગભગ 1 સેન્ટ થઈ ગઈ હતી અને તેની બજાર મૂડી ઘટીને $2 મિલિયનથી ઓછી થઈ ગઈ હતી.

બેંકની નિષ્ફળતાનું મોટું કારણ 

બેંકોની નિષ્ફળતા પાછળ ઘણા કારણો છે, પરંતુ તેમાંથી સૌથી મોટું કારણ મિલકત સામે લીધેલી બાકી લોનના મૂલ્યમાં સતત ઘટાડો છે. નોંધનીય છે કે ઉચ્ચ સ્તરના વ્યાજ દરો (યુએસ પોલિસી રેટ) અને કોમર્શિયલ રિયલ એસ્ટેટના મૂલ્યમાં ઘટાડાથી ઘણી પ્રાદેશિક અને સામુદાયિક બેંકો માટે નાણાકીય જોખમ વધ્યું છે.

આ સમાચાર શેર કરો