Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Trump gave an ultimatum, big upheaval in gold and silver prices on MCX! Know what is the latest rate

ટ્રમ્પે આપ્યું અલ્ટિમેટમ, MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલ-પાથલ! જાણો, શું છે લેટેસ્ટ રેટ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પે આપ્યું અલ્ટિમેટમ, MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલ-પાથલ! જાણો, શું છે લેટેસ્ટ રેટ
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાના કારણે આજે 20 ફેબ્રુઆરીએ સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઉછાળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જાહેરમાં ચેતવણી આપીને ન્યૂક્લિયર ડીલ માટે 10-15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો ઈરાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. 

App Store

MCX પર સોનાના ભાવમાં 1700 રૂપિયાની ઉથલ-પાથલ

અમેરિકાએ ઈરાનને ધમકી આપ્યા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધઘટ જોવા મળી છે. 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 154,819 રૂપિયા પર બંધ થયા બાદ આજે 155,105 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ સોનું નીચામાં 154,890 રૂપિયા અને ઊંચામાં 156,607 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 1.717 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ સોનાનો ભાવ બપોરે 2.40 કલાકે 1,56,413 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.