Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and silver make a strong comeback as soon as the market opens

બજાર ખુલતાં જ સોના-ચાંદીનું દમદાર 'કમબેક': ચાંદી 4 હજાર તો સોનું 1 હજાર મોંઘુ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
બજાર ખુલતાં જ સોના-ચાંદીનું દમદાર 'કમબેક': ચાંદી 4 હજાર તો સોનું 1 હજાર મોંઘુ
સોર્સ : GSTV

 સોના-ચાંદીના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે મોડી રાતે જંગી કડાકા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં શાનદાર રિકવરી જોવા મળી છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,400 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹4,000 થી વધુનો ઉછાળો નોંધાયો છે.

App Store

ચાંદીમાં જોરદાર રિકવરી

ગઈકાલે ચાંદીના ભાવમાં જે મોટું ગાબડું પડ્યું હતું, તેમાં આજે વ્યાપક સુધારો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,28,783.00 હતો. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,32,929.00 ના સ્તર પર ઓપન થઈ હતી. આમ, માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીમાં ₹4,146.00 નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં ચાંદી તેના પાછલા બંધ ભાવથી આશરે 1.79% ના વધારા સાથે ₹2,32,875.00 પર ટ્રેડ કરી રહી છે.

સોનાના ભાવમાં પણ સુધારો

ચાંદીની જેમ સોનામાં પણ આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,51,418.00 હતો. તેની સામે આજે સોનું ₹1,53,303.00 ના ભાવે ખુલ્યું હતું. આમ, સોનામાં ઓપનિંગમાં જ ₹1,885.00 નો વધારો નોંધાયો હતો. હાલમાં સોનું 0.93% ના ઉછાળા સાથે ₹1,52,823.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જે ગઈકાલના બંધ ભાવ કરતા આશરે ₹1,405.00 વધારે છે.

ગઈકાલની સ્થિતિ અને આજનો તફાવત

નોંધનીય છે કે ગઈકાલે સોના-ચાંદીમાં મધરાતે ભારે વેચવાલી જોવા મળી હતી. એક સમયે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,50,964 ના નીચલા સ્તર સુધી ગગડ્યું હતું, જ્યારે ચાંદીમાં પણ 3.04% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે સવારે માર્કેટ ઓપન થતા જ ફરીથી ખરીદી નીકળતા ભાવમાં રિકવરી આવી છે.