ટોરેન્ટ ગ્રુપની ઇન્ટિગ્રેટેડ વીજળી કંપની ટોરેન્ટ પાવરે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો સંયુક્ત ચોખ્ખો નફો લગભગ 50% વધીને રૂ. 741.55 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 495.72 કરોડ હતો.
કુલ આવક વધીને ₹7,953.91 કરોડ થઈ
ટોરેન્ટ પાવરે મંગળવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં અહેવાલ આપ્યો હતો કે બીજા ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને ₹7,953.91 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ₹7,300.51 કરોડ હતી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉત્પાદન વ્યવસાયમાંથી આવક વાર્ષિક ધોરણે રૂ. ૧,૮૩૩.૫૫ કરોડથી વધીને રૂ. ૨,૪૨૦.૯૨ કરોડ થઈ છે.
રિન્યુએબલ એનર્જીથી આવક વધી
ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયોમાંથી આવક વાર્ષિક ધોરણે ઘટીને ₹6,367.83 કરોડ થઈ છે જે ₹6,596.61 કરોડ હતી. રિન્યુએબલ એનર્જીમાંથી આવક વધીને ₹326.62 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ₹291.15 કરોડ હતી.
તે 4.21 મિલિયન ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે.
આશરે ₹45,000 કરોડના ટોરેન્ટ ગ્રુપની ₹29,165 કરોડની સંકલિત પાવર કંપની, ટોરેન્ટ પાવર, ભારતીય પાવર ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તે સમગ્ર પાવર મૂલ્ય શૃંખલા - ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં હાજરી ધરાવે છે.
કંપની ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ એસઇઝેડ અને ધોલેરા એસઆઇઆર, સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, દમણ, દીવ, અને મહારાષ્ટ્રમાં ભિવંડી, શીલ, મુંબ્રા, કલવા તથા ઉત્તરપ્રદેશમાં આગ્રા જેવા શહેરોમાં લગભગ 42.1 લાખ ગ્રાહકોને લગભગ 31 અબજ યુનિટ વીજળીનું વીતરણ કરે છે.