Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Today's gold and silver prices: Gold surges by 7,000 and silver by 10,000, investors panic

આજના સોના-ચાંદીના ભાવ: સોનામાં 7,000 અને ચાંદીમાં 10,000નો ભડકો, રોકાણકારોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
આજના સોના-ચાંદીના ભાવ: સોનામાં 7,000 અને ચાંદીમાં 10,000નો ભડકો, રોકાણકારોમાં ફફડાટ
સોર્સ : GSTV

આજના સોના-ચાંદીના ભાવ: વૈશ્વિક તણાવ, ગ્રીનલેન્ડ વિવાદ, ચાંદીની માંગમાં વધારો થવાના કારણે આજે પણ સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગઈકાલે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,50,565 પર બંધ થયો હતો, ત્યારે આજે બપોરે 4.00 વાગ્યા સુધીમાં 1,57,505 રૂપિયાની કિંમત પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ ગઈકાલે 3,23,672 પર બંધ થયા બાદ આજે 3,34,000 પર પહોંચી ગયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં 7,000 જેટલો વધારો અને ચાંદીના ભાવમાં 10,000થી વધુનો વધારો થયો છે.

App Store

સોના-ચાંદીના ભાવની આજની સ્થિતિ
ડેટા મુજબ ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.3,23,672 પર બંધ થયા બાદ આજે 322,566 પર ખુલ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ નીચેમાં 3,20,007 પર અને ઊંચામાં 3,35,521 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો તેનો ભાવ ગઈકાલે 1,50,565 પર બંધ થયા બાદ આજે 1,51,575 પર ખૂલ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ નીચેમાં 151,575 અને ઊંચામાં 158,339 પર પહોંચ્યો હતો. 

સોનામાં તેજીના 3 મુખ્ય કારણો

1... વૈશ્વિક તણાવ અને ગ્રીનલેન્ડ વિવાદ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદ અને યુરોપિયન દેશો પર લાદવામાં આવેલી ટેરિફની ધમકીને કારણે વૈશ્વિક બજારોમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. જ્યારે પણ ટ્રેડ વોરની સ્થિતિ ઉભી થાય છે ત્યારે રોકાણકારો શેરબજારને બદલે સોનાને સુરક્ષિત રોકાણ માનીને તેમાં રોકાણ કરે છે.

2... રૂપિયામાં રેકોર્ડબ્રેક ઘટાડો : ભારતીય રૂપિયો અત્યારે ડોલર સામે ₹91.10 ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવતા સોનાની લેન્ડિંગ કોસ્ટ વધી ગઈ છે, જેના કારણે ઘરેલું બજારમાં સોનું ₹1.5 લાખને પાર કરી ગયું છે.

3... સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી : ભારતની RBI સહિત દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પોતાના વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાનો સ્ટોક વધારી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, 2025 ના રેકોર્ડ બાદ 2026 માં પણ આ માંગ સતત વધી રહી છે, જેને કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
 

ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો

1... ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માં ચાંદીનો ઉપયોગ વધતા હવે તે માત્ર ઘરેણું નહીં પણ જરૂરી કાચો માલ બની ગઈ છે.

2... ટ્રમ્પના ટેરિફનો ડર: અમેરિકી કંપનીઓ ટેરિફના ડરથી ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, જેનાથી ગ્લોબલ સપ્લાયમાં ઘટાડો થયો છે.

3... ઉત્પાદન અટકવાનો ભય: મેન્યુફેક્ચરર્સ ભવિષ્યમાં અછત સર્જાવાના ડરથી અત્યારથી જ મોટાપાયે ખરીદી કરી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થવાનીસંભાવના

નિષ્ણાંતોના મતે, જો મધ્ય પૂર્વમાં તણાવ વધશે તો સોનું આ વર્ષે રૂપિયા 1,90,000 સુધી જઈ શકે છે. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 3.20 લાખથી 4 લાખ સુધી પહોંચવાની સંભાવના છે.