Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : tinyurl.com/Retail-Inflation-Rise

CPI Data: ઈરાન સંકટની અસર ભારત પર: જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં મોંઘવારી વધી, રસોડાનું બજેટ ખોરવાયું

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
CPI Data: ઈરાન સંકટની અસર ભારત પર: જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં મોંઘવારી વધી, રસોડાનું બજેટ ખોરવાયું
સોર્સ : GSTV

CPI Data: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને 3.21 ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે.

App Store

જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર 2.75 ટકા હતો
સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) 2.75 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.21 ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો કરતાં ગામડાઓમાં વધુ અનુભવાઈ રહી છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ મોંઘવારી દર 3.37 ટકા અને શહેરી મોંઘવારી દર 3.02 ટકા રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે, આ આંકડો હજુ પણ રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા(RBI)ના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો
દેશમાં મોંઘવારી વધવાનું સૌથી મુખ્ય કારણ ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર જાન્યુઆરીના 2.13 ટકાથી તેજીથી ઉછળીને 3.47 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે મોંઘવારી 2.05 ટકાથી વધીને 2.12 ટકા થઈ છે, જ્યારે ઈંધણ અને લાઈટ કેટેગરીમાં મોંઘવારી દર 0.14 ટકા નોંધાયો છે. બીજી તરફ કેટલીક વસ્તુઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓનો દર 2.19 ટકાથી ઘટીને 1.90 ટકા અને કપડાં-બૂટની મોંઘવારી 2.98 ટકાથી ઘટીને 2.81 ટકા રહી છે.

આયાતી મોંઘવારીનું જોખમ વધ્યું
ઈરાન સંકટને કારણે હોર્મુઝ જળમાર્ગ પર વેપારી જહાજોની અવરજવર ખોરવાઈ છે, જ્યાંથી વિશ્વનો આશરે 20 ટકા તેલ વેપાર થાય છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો લાંબા સમય સુધી આ પુરવઠો ખોરવાયેલો રહેશે તો ભારત જેવા ઊર્જા પર નિર્ભર દેશોમાં આયાતી મોંઘવારી વધવાનું જોખમ ઊભું થઈ શકે છે.