મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આ ડિફેન્સ શેરમાં જબરજસ્ત ઉછાળો, ભાવમાં 16%નો વધારો, રેકોર્ડ હાઈ પર પહોંચ્યો

મલ્ટિબેગર ડિફેન્સ સ્ટોક અપોલો માઈક્રો સિસ્ટમ્સના શેર બુધવારે 16% સુધી ઉછળ

આ ડિફેન્સ શેરમાં જબરજસ્ત ઉછાળો, ભાવમાં 16%નો વધારો, રેકોર્ડ હાઈ પર પહોંચ્યો
મલ્ટિબેગર ડિફેન્સ સ્ટોક અપોલો માઈક્રો સિસ્ટમ્સના શેર બુધવારે 16% સુધી ઉછળ્યા. આ સાથે આ શેર 183.60 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. કંપનીના શેરોમાં આ બંપર તેજી પાછળ એક મોટું કારણ છે. Apollo Micro Systemsએ  ₹113.81 કરોડના નિકાસ ઓર્ડરની જાહેરાત કરી છે. કંપનીએ આ માહિતી શેરબજારને આપી છે.
વિગતો શું છે? કંપનીએ આજે એક ફાઈલિંગમાં જણાવ્યું, "Apollo Micro Systemsને તેના નિયમિત વ્યવસાયના ભાગરૂપે એવિઓનિક સિસ્ટમના વિકાસ માટે 13,366,500 અમેરિકી ડોલર (આશરે 113.81 કરોડ રૂપિયા)નો નિકાસ ઓર્ડર મળ્યો છે." આ પ્રોજેક્ટના ભાગરૂપે, અપોલો માઈક્રો સિસ્ટમ્સ નાગરિક અને સૈન્ય વિમાન એપ્લિકેશન્સમાં ઉપયોગ માટે અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ વિકસાવવાની યોજના બનાવી રહી છે.   સતત ઉછળતો શેર BSE સ્મોલકેપ સ્ટોકે સતત બીજા સેશનમાં વધારો હાંસલ કર્યો, માત્ર બે દિવસમાં તે 27% સુધી વધ્યો. આ દરમિયાન, મે મહિનામાં ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ કાઉન્ટરોમાં મજબૂત ઉછાળો અને ડિફેન્સ ઓર્ડર બુકમાં વધારાની અપેક્ષા વચ્ચે અપોલો માઈક્રો સિસ્ટમ્સના શેરોમાં 46%થી વધુનો ઉછાળો આવ્યો. લાંબા ગાળે, અપોલો માઈક્રો સિસ્ટમ્સ મલ્ટિબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે, જેણે છેલ્લા બે વર્ષમાં 421%, ત્રણ વર્ષમાં 1460% અને પાંચ વર્ષમાં 2040%નો વધારો નોંધાવ્યો છે.
ડિવિડન્ડ આપતી કંપની આ ઉપરાંત, કંપનીના બોર્ડે આજે તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે ₹0.25 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડને પણ મંજૂરી આપી. અપોલો માઈક્રો સિસ્ટમ્સે એક ફાઈલિંગમાં જણાવ્યું, “નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીના દરેક પૂર્ણ ચૂકવેલ 1 રૂપિયાના ઈક્વિટી શેર પર 25% (₹0.25)ની દરે અંતિમ ડિવિડન્ડની ભલામણ પર વિચાર કરવામાં આવ્યો છે. જે કંપનીની આગામી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોના નિર્ણય પર આધાર રાખશે. 

આ સમાચાર શેર કરો