શેરબજારમાં રોનક પાછી ફરીઃ જો કે આઇટી શેરોમાં ઘટાડાના કારણે સેન્સેક્સ નિફ્ટીનો સુધારો મર્યાદિત રહ્યો
પાછલા ટ્રેડિંગ સેશનમાં સાત મહીનાની સૌથી મોટા ઘટાડા બાદ ઘરેલુ

પાછલા ટ્રેડિંગ સેશનમાં સાત મહીનાની સૌથી મોટા ઘટાડા બાદ ઘરેલું શેરબજાર મંગળવાર 14 જાન્યુઆરીએ શેરબજાર સુધારા સાથે બંધ થવામા સફળ થયા. જોકે, આઇટી શેરોમાં ઘટાડાથી બજારોમાં સુધારો ધોવાયો ગયો હતો અથવા મર્યાદિત રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ 1.4% ઘટીને બંધ થયા હતા.
મંગળવારે (14 જાન્યુઆરી)ના રોજ 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 76,335 પોઈન્ટ પર નજીવા વધારા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 500 પોઈન્ટ સુધી ચઢ્યો હતો. અંતે સેન્સેક્સ 169 પોઈન્ટ અથવા 0.22% વધીને 76,499.63 પર બંધ થયો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 50 પણ જોરદાર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે રૂ. 23,200ને પાર કરી ગયો હતો. અંતે તે 90.10 પોઈન્ટ અથવા 0.39%ના વધારા સાથે 23,176.05 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં આજે આ શેરોમાં ઉછાળો જોવા મળ્યો
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓ પૈકી અદાણી પોર્ટ્સના શેર 5%થી વધુના વધારા સાથે બંધ થયા છે. એનટીપીસી, ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સ, એસબીઆઈ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને બજાજ ફાઇનાન્સના શેરમાં વધારો થયો હતો.
નિફ્ટીમાં આ શેરોમાં ઉછાળો નોંધાયો
અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે નિફ્ટી 50 શેરમાં સૌથી વધુ વધારો નોંધાવ્યો છે. તે લગભગ 7 ટકા વધીને 2,381ના સ્તરે બંધ થયો હતો, જ્યારે હિન્દાલ્કો 4.82% મજબૂત થઈને 590.90ના સ્તરે બંધ થયો હતો.
આ પણ વાંચો: અદાણી ટોટલ ગેસને 20% વધુ એપીએમ ગેસ ફાળવણી માટે મળી મંજૂરી, ગ્રાહકો માટે ગેસના છૂટક ભાવ જાળવવામાં મદદ મળશે
નિફ્ટીના ટોપ લૂઝર્સ
આજના ટોચના ગુમાવનારા
આજના કારોબાર દરમિયાન, એચસીએલ ટેકનો શેર સૌથી વધુ 8.84% ઘટીને રૂ. 1,814 પર બંધ થયો હતો, જ્યારે એચયુએલનો શેર 3.39% ઘટીને રૂ. 2,368 પર બંધ થયો હતો. આ પછી એપોલો હોસ્પિટલે 1.95% નો ઘટાડો નોંધાવ્યો અને 6,707 ના સ્તરે બંધ થયો, જ્યારે ટાઇટન કંપની 1.79% ઘટીને 3,323 ના સ્તરે બંધ થયો. તે જ સમયે, ટીસીએસના શેર 1.36% ઘટીને 4,233ના સ્તરે બંધ થયા હતા, જ્યારે બ્રિટાનિયાના શેર 1.32% ઘટીને 4,862ના સ્તરે બંધ થયા હતા.
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ
નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 4.20% ના વધારા સાથે 6,145 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.98% ના વધારા સાથે 8,268 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 2.01%ના ઉછાળા સાથે 22,833 ના સ્તર પર બંધ થયો. બેન્ક નિફ્ટી 1.43% વધીને 48,729 ના સ્તર પર બંધ થયો. આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી આઈટીમાં જોરદાર ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે 2.13% ઘટીને 43,061ના સ્તરે બંધ થયો છે.
આઈ ટી શેરોમાં ઘટાડો
એચસીએલ ટેકનલોજીના શેરમાં નવ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને નેસ્લેના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા. આ પછી, અદાણી પોર્ટ્સ સેઝના શેર 4.73%ના ઉછાળા સાથે 1,117 પર બંધ થયા, જ્યારે એનટીપીસીના શેર 4.10% વધીને 310.40 પર બંધ થયા. તે જ સમયે, બીઇએલ શેર 3.97% મજબૂત થયો અને 269.90 ના સ્તરે બંધ થયો.








