મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Dhanteras 2024: Swiggy Instamart, Blinkit, Bigbasket અને Zepto 10 મિનિટમાં સોના, ચાંદીના સિક્કાની કરશે ડિલિવરી 

ટાટા ગ્રુપની બિગબાસ્કેટે આ તહેવારોની સિઝનમાં તે

Dhanteras 2024: Swiggy Instamart, Blinkit, Bigbasket અને Zepto 10 મિનિટમાં સોના, ચાંદીના સિક્કાની કરશે ડિલિવરી 

ટાટા ગ્રુપની બિગબાસ્કેટે આ તહેવારોની સિઝનમાં તેના ગ્રાહકોને સોના અને ચાંદીના સિક્કા આપવા માટે તનિષ્ક સાથે ભાગીદારી કરી છે. ગ્રાહકો લક્ષ્મી ગણેશ (999.9 શુદ્ધતા) ચાંદીનો સિક્કો (10 ગ્રામ), તનિષ્ક 22 કેરેટ સોનાનો સિક્કો (1 ગ્રામ) અને લક્ષ્મી મોટિફ (1 ગ્રામ) સાથે તનિષ્ક 22 કેરેટ સોનાનો સિક્કો ખરીદી શકે છે.

બિગબાસ્કેટ 10 મિનિટમાં ચાંદી અને સોનાના સિક્કા પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. બિગબાસ્કેટની સાથે બ્લિંકિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ પણ આ તહેવારોની સિઝનમાં 10 મિનિટમાં સોના અને ચાંદીના સિક્કા પહોંચાડી રહ્યા છે.

બિગ બાસ્કેટના ચીફ બાઇંગ અને મર્ચેન્ડાઇઝિંગ ઓફિસર શેશુ કુમારે જણાવ્યું, "અમને હંમેશા ફૂડ અને જલદી ખરાબ થતી વસ્તુઓના મજબૂત ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે; જો કે, આવા સહયોગથી, અમે આશા રાખીએ છીએ કે અમારા ગ્રાહકો અમારી વિસ્તૃત ઓફરનું મૂલ્ય સમજશે - પછી ભલે તે સોના અને ચાંદીના સિક્કા હોય, ઈલેક્ટ્રોનિક્સ હોય કે ઘરેલું ઉપકરણો હોય. આ દિવાળીએ, બિગબાસ્કેટ અમારા તમામ ગ્રાહકોની દિવાળી વિશ લિસ્ટ માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.” 

સ્વિગીએ એક મેસેજમાં જણાવ્યું, "ધનતેરસની તમામ જરૂરી વસ્તુઓ જેમ કે સિક્કા, વાસણો, ઘરેણાં, મૂર્તિ અને વધુ 10 મિનિટમાં મેળવો! અને આટલું જ નહીં... જારમાંથી ₹51,000* ના મૂલ્યના પુરસ્કારો પણ મેળવો. તેથી, તમારા ધનતેરસને (અને દિવાળી પણ) જગમગાવો!” 

કિંમતી વસ્તુઓ ખરીદવા માટે શુભ દિવસ

ક્વિક કોમર્સ બ્રાન્ડ્સની આ નવી સુવિધા તહેવારોની સિઝન દરમિયાન ખાસ કરીને ધનતેરસ પર આવે છે. જે ભારતીય ઘરોમાં કિંમતી સામાન ખરીદવા માટેનો શુભ દિવસ છે. ધનતેરસના દિવસે કિંમતી વસ્તુઓ ખરીદવી એ ભારતીય સંસ્કૃતિમાં સમૃદ્ધિનું પ્રતીક છે.

મે, 2024માં બ્લિંકિટે અક્ષય તૃતીયા પર સોનું અને પૂજાની સામગ્રી, દેવતાઓની તસવીરો અને તાજા ફૂલો સાથે અક્ષય તૃતીયા કીટ આપી હતી. આ તમામ ઝડપી વાણિજ્ય પ્લેટફોર્મ પર આ તહેવોરાની સિઝન દરમિયાન પૂજાની આવશ્યક વસ્તુઓ માટે એક  સમર્પિત પેજ બનાવ્યું છે જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સુવિધા પુરી પાડવાનો છે. સ્વિગી ઇંસ્ટામાર્ટે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ અને મુથૂટ એક્ઝિમ સાથે મળીને અસલી સોના અને ચાંદીના સિક્કા પણ વેચ્યા છે.

આ સમાચાર શેર કરો