Stock news: વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા બાદ બજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 26175 પર બંધ

Stock news: એશિયન બજારોમાં તેજી વચ્ચે, ભારતીય શેરબજાર સોમવારે (1 ડિસેમ્બર)ના રોજ ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા પછી, લાલ નિશાનમાં બંધ થયું હતું. રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચી લીધું.
ત્રીસ શેરો વાળો બીએસઈ સેન્સેક્સ જોરદાર મજબૂતિ સાથે 86,065 પોઈન્ટની સપાટી પર ખૂલ્યો હતો. તે મજબૂતાઈ સાથે ખુલ્યો. જોકે, પાછળથી ઈન્ડેક્સમાં વધઘટ થઈ. ટ્રેડિંગ દરમિયાન, તે 86,159 પોઈન્ટના ઓલટાઈમ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. અંતે તે 64.99 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીને 85,641 પર બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી50 26,325ના ઓલટાઈમ ઉચ્ચ સ્તરે મજબૂત રીતે ખુલ્યો, જે દિવસનો તેનો ઉચ્ચતમ સ્તર છે. તે અંતે 27.20 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 26,175 પર બંધ થયો.
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “નવી ટોચ પર પહોંચ્યા પછી, બજાર મર્યાદિત રેન્જમાં આગળ વધવા લાગ્યું.
નવેમ્બરમાં જીએસટી કલેક્શન સુસ્ત રહેવાથી અને દરો ઘટતા રોકાણકારો સાવચેત થઇ ગયા હતાં. "દરમિયાન, ઓટો ઈન્ડેક્સે વધુ સારું પ્રદર્શન કર્યું. નવેમ્બરમાં મજબૂત વેચાણ, GST સુધારા, નીચા ફુગાવા અને લગ્નની મોસમ દરમિયાન સારી માંગ દ્વારા તેને ટેકો મળ્યો," તેમણે કહ્યું.
સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, ટ્રેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતીય સ્ટેટ બેન્ક અને ભારતી એરટેલ સૌથી ઘટેલા શેરોમાં સમાવિષ્ઠ હતાં. બીજી તરફ, ટાટા મોટર્સ પીવી, મારુતિ સુઝુકી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, કોટક મહિન્દ્રા બેંક, અદાણી પોર્ટ્સ અને એચસીએલ ટેકના શેર વધ્યા હતા.
વ્યાપક બજારો નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ થયો અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 0.25 ટકા વધ્યો. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી રિયલ્ટી 1 ટકાથી વધુ ઘટ્યો. હેલ્થકેર, ફાર્મા, બેંકો, નાણાકીય સેવાઓ, એફએમસીજી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ અને ગૅસ ઈન્ડેક્સમાં પણ ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી ઓટો, મેટલ અને આઈટી લીલા નિશાનમાં બંધ થયા હતા.
સોમવારે એશિયન બજારો સ્થિર નોંધ સાથે ખુલ્યા. યુએસ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ જોખમની ભાવનાને વેગ આપ્યો. દરમિયાન, રોકાણકારોએ નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારાની શક્યતાનું મૂલ્યાંકન કરતા યેન (જાપાનીઝ ચલણ) મજબૂત બન્યું.
જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ 1.68 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ 0.56 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. ચીનનો શાંઘાઈ એસઈ ઈન્ડેક્સ 0.11 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના એશિયન ટ્રેડિંગમાં યુએસ સ્ટોક ફ્યુચર્સ સ્થિર રહ્યા હતા. ગયા અઠવાડિયે વોલ સ્ટ્રીટમાં સકારાત્મક સપ્તાહ રહ્યો હતો. શુક્રવારે થેંક્સગિવિંગ પછીના ટૂંકા ગાળાના સત્રમાં નાસ્ડેક કમ્પોઝિટ 0.65 ટકા વધીને 23,365.69 પર બંધ થયો હતો.
આ એક્સચેન્જનો સતત પાંચમો દિવસ હતો જેમાં તેજી જોવા મળી હતી. S&P 500 પણ 0.54 ટકા વધીને 6,849.09 પર બંધ થયો હતો, જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 289.30 પોઈન્ટ અથવા 0.61 ટકા વધીને 47,716.42 પર બંધ થયો હતો.

