Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Craze of AI will cause destruction? Big economic crisis hits Asian economies, terrible warning from HSBC!

AI નો ક્રેઝ બનશે વિનાશનું કારણ? એશિયાના અર્થતંત્રો પર ત્રાટકશે મોટું આર્થિક સંકટ, HSBC ની ભયાનક ચેતવણી!

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
AI નો ક્રેઝ બનશે વિનાશનું કારણ? એશિયાના અર્થતંત્રો પર ત્રાટકશે મોટું આર્થિક સંકટ, HSBC ની ભયાનક ચેતવણી!
સોર્સ : gstv

એશિયાના શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને આગળ પણ જોવા મળી શકે છે. HSBCના મુખ્ય અર્થશાસ્ત્રી ફ્રેડરિક ન્યૂમેને એશિયાને લઈને મોટા આર્થિક સંકટની ચેતવણી આપી છે. વર્ષ 1997માં આર્થિક સંકટ જોવા મળ્યું હતું, તેવું જ આર્થિક સંકટ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે હાલની આર્થિક વ્યવસ્થા અને લગભગ ત્રણ દાયકા પહેલાંના ક્ષેત્રીય આર્થિક પતનને જન્મ આપનારી પરિસ્થિતિઓ વચ્ચે સમાનતાઓ દર્શાવી છે.

App Store

દિગ્ગજ અર્થશાસ્ત્રીએ અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં મોટો ઉછાળો, જાપાની કરન્સી યેનની ખૂબ જ કમજોર સ્થિતિ જોતાં કહ્યું છે કે, આજે એશિયાના બજારોમાં થતી મોટી ઉથલપાથલ 1997માં સર્જાયેલા એશિયન આર્થિક સંકટ સાથે તાલમેલ ધરાવે છે.

AI સૌથી મોટો ખતરો બન્યું

31મી ઑગસ્ટે એક નોટમાં HSCBના ચીફ ઈકોનોમિસ્ટ ફ્રેડરિક ન્યૂમેને એશિયાના બજારો અંગે મોટી ચેતવણી આપી છે. સીએનબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેમ જેમ વૈશ્વિક બજાર ચેતવણીના સંકેતોનું આંકલન કરે છે, એશિયા માટે અંતિમ ખતરો કમજોર બૅન્કિંગ પદ્ધતિઓથી હટીને હવે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઇ તરફ અમેરિકન ઝૂકાવ પર સંપૂર્ણરીતે નિર્ભરતામાં બદલાયો છે.

 આ સંકટને નજરઅંદાજ કરવો મુશ્કેલ

ન્યૂમેન આ વાત પર ભાર આપતા હતા કે, ઐતિહાસિક સમાનતાઓને બેધ્યાન કરવી મુશ્કેલ છે. વર્ષ 1997ના આર્થિક સંકટમાં પહેલાં અમેરિકન 10 વર્ષીય ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ ઑક્ટોબર 1993માં અંદાજે 5 ટકાથી વધીને નવેમ્બર 1994માં અંદાજે 8% થઈ ગઈ હતી અને એપ્રિલ 1997 સુધીમાં અંદાજે 7% સુધી પહોંચી ગઈ હતી. જે ઑગસ્ટ 2020માં જોવા મળેલા ઐતિહાસિક 0.5%ના નીચલા સ્તરથી ઘણું ઉપર છે.

કરન્સી માર્કેટમાં પણ મોટું ઍલર્ટ

અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, કરન્સી માર્કેટમાં ઉતારચડાવ વધુ એક ચેતવણીનો સંકેત આપે છે. એપ્રિલ 1995 અને એપ્રિલ 1997 વચ્ચે જાપાની યેન અમેરિકી ડૉલરની સરખામણીએ 55% ગગડ્યો હતો અને 80થી સીધો 130 પર આવી ગયો હતો. હાલની સ્થિતિ પ્રમાણે, જાપાની યેન જાન્યુઆરી 2021માં અંદાજે 103 પ્રતિ ડૉલરથી ગગડીને જુલાઈમાં 163 પર આવી ગયો છે, જેમાં 57% ભાવ ગગડ્યો છે.

‘બંને સંકટમાં વિલન એક જેવાં જ’

ફ્રેડરિક ન્યૂમેન આંકડાકીય રીતે સમજાવે છે કે, બંને કેસમાં સંકટનું મોટું કારણ એક સમાન જ જોવા મળે છે. જો કે, વર્ષ 1990ના દાયકાના મધ્યમાં ઇન્ટરનેટ શોધાયું. ત્યાં આજે બજારની ગતિ એઆઇના વધતા પ્રભાવ પર નજર ટકાવી રાખે છે. આ બંને સ્થિતિ વિપરિત હોવા છતાં ન્યૂમેને ભારપૂર્વક કહ્યું કે, 1997 અને આજના સમય વચ્ચે સંરચનાત્મક અંતર સમાનતાઓથી ઘણું વધારે છે.

1990ના દાયકામાં એશિયાના ઘણા દેશો મૂડી આયાત પર નિર્ભર હતા અને સ્થાનિક રોકાણ માટે વિદેશી બચત પર આધાર રાખતા હતા. તેનાથી ભારે ચાલુ ખાતાની ખાધ (કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) અને નબળી બૅન્કિંગ વ્યવસ્થાનો સામનો કરી રહ્યા હતા. જ્યારે ઉધાર લેવાનો ખર્ચ અચાનક વધી ગયો, ત્યારે વિદેશી મૂડી રાતોરાત આ દેશોમાંથી બહાર નીકળી ગઈ. પરિણામે થાઇલૅન્ડથી લઈને દક્ષિણ કોરિયા સુધી અનેક બૅંકો નિષ્ફળ ગઈ હતી. જો કે, આજે આ જ અર્થવ્યવસ્થાઓ હવે મૂડી નિકાસકાર બની ગઈ છે અને તેમની પાસે વિશાળ વિદેશી હૂંડિયામણનો ભંડાર છે. તેમ છતાં, હવે એશિયા એક નવા પ્રકારની નબળાઈનો સામનો કરી રહ્યું છે.

દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન અને સિંગાપુર જેવા એશિયાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોનો આર્થિક વિકાસ મોટાભાગે અમેરિકાની ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતાં ભારે ખર્ચ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટરના નિકાસ પર આધારિત છે. ન્યૂમેનના જણાવ્યા અનુસાર, 1990ના દાયકાની જેમ હવે એશિયાને નાણાકીય અસુરક્ષાનો નહીં, પરંતુ માગ (ડિમાન્ડ) સંબંધિત જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.

આવી રીતે જોવા મળી શકે મોટી અસર

રિપોર્ટ અનુસાર, અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે, જો અમેરિકન ટ્રેઝરી યીલ્ડ અને ઉધાર લેવાનો ખર્ચ વધવાને કારણે અમેરિકાની હાઇપરસ્કેલ કંપનીઓ ડેટા સેન્ટરો પરનો ખર્ચ ઘટાડે અથવા યેનમાં વધતી અસ્થિરતાથી વૈશ્વિક બજારો પ્રભાવિત થાય, તો તેની સીધી અને તાત્કાલિક અસર એશિયાના નિકાસ આધારિત અર્થતંત્રો પર પડી શકે છે. તેની અસર બેન્કોના ટ્રેડિંગ ફ્લોર પર ગભરામણના સ્વરૂપમાં નહીં, પરંતુ અગ્રણી ચિપ ઉત્પાદકોની ઓર્ડર બુકમાં શાંતિથી, પરંતુ ઝડપથી આવતા ઘટાડા તરીકે જોવા મળશે.

ટોપિક્સ:GSTV NewsGujarati Newsai