Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Growing up on Janmashtami in the age of social media, the craze for decorating children in the form of a statue

VIDEO: સોશિયલ મીડિયાના જમાનામાં જન્માષ્ટમી પર વધ્યો બાળકોને કાનુડાના રૂપમાં સજાવવાનો ક્રેઝ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સહિત  દેશભરમાં જન્માષ્ટમીના પર્વ પર બાળકોને કાનુડા, રાધા કે ગોપીના રૂપમાં તૈયાર કરવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના આ યુગમાં બાળકોના ક્યૂટ ફોટા અને વીડિયો શેર કરવાનો ક્રેઝ વધી ગયો છે, જેના કારણે બજારમાં કૃષ્ણના ડ્રેસ અને એસેસરીઝની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. માત્ર ઘરોમાં જ નહીં પરંતુ શાળા, કોલેજ, સોસાયટીઓ અને વિવિધ સંસ્થાઓમાં પણ મટકી ફોડ તેમજ જન્મોત્સવના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવા રંગારંગ આયોજનોમાં નાના બાળકોથી લઈને યુવાનો સુધીના સૌ કોઈ કનૈયાના વસ્ત્રોમાં સજ્જ થઈને ઉત્સવની રંગત વધારે છે, જેનાથી વેપારીઓ પણ સારા વેચાણથી ખુશ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsahmedabad