Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Katrina Kaif's increased weight made fun of on social media

VIDEO: કેટરિના કૈફના વધેલા વજનની સોશિયલ મીડિયા પર મજાક: યુઝર્સે લુક પર કરી આકરી ટિપ્પણીઓ

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોશિયલ મીડિયાના યુગમાં સેલિબ્રિટીઝના લુક્સ અને વધેલું વજનના કારણે ટ્રોલિંગનો ભોગ બની જાય છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ સાથે પણ કંઈક આવું જ થયું. માતા બન્યા પછી જ્યારે કેટરિના પહેલીવાર જાહેરમાં જોવા મળી, ત્યારે તેના બદલાયેલા રૂપ અને વધેલા વજનને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક યુઝર્સે તેને રસગુલ્લા સુધી કહી દીધી અને તેના નવા લુકની ભારે મજાક ઉડાવી.

App Store

કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલ સાથે હાલમાં જ મુંબઈમાં ફિલ્મમેકર કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી. આ દરમિયાન તે પ્રેગ્નન્સી પછીના વધેલા વજન સાથે જોવા મળી. તેની તસવીરો અને વીડિયો સામે આવતા જ ઘણા ટ્રોલર્સે તેના લુક પર કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું અને સવાલો ઉઠાવવા લાગ્યા કે એક્ટ્રેસને શું થઈ ગયું છે.

કેટરિના કૈફને યુઝર્સે કરી ટ્રોલ

સ્મશાન ઘાટ પર કેટરિનાના લુકની તસવીરો અને વીડિયો ઓનલાઈન સામે આવ્યા, જેથી સોશિયલ મીડિયા યુઝર્સના એક ગ્રુપે તેના બદલાયેલા લુક પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, 'આ ખૂબ જ ખરાબ છે, કેટરિનાને શું થઈ ગયું છે?', તો બીજાએ કોમેન્ટ કરી, 'તે રસગુલ્લા જેવી લાગી રહી છે'. આ લુક કેટરિનાના માતા બન્યા પછી સામે આવ્યો છે. તેણે 7 નવેમ્બર, 2025ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.