શેરબજારમાં ગ્રીન સિગ્નલ સાથે શરૂઆત! સેન્સેક્સમાં 196 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 24,400ને પાર

ભારતીય શેરબજારમાં સોમવારે શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી રહી છે. આજે બંને મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) અને એનએસઈ નિફ્ટી (NSE Nifty) ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યા હતા. નિફ્ટી 50માં 51 પોઈન્ટ અથવા 0.21%ના વધારા સાથે 24,416 પર શરૂઆત થઈ, જ્યારે બીએસઈ સેન્સેક્સ 196 પોઈન્ટ અથવા 0.25%ના વધારા સાથે 78,716 પર ખુલ્યો. નિફ્ટી બેંકમાં 308 પોઈન્ટ અથવા 0.54%ના ઉછાળા સાથે 56,890 પર કારોબાર શરૂ થયો.
એશિયન બજારો
મંગળવારે સવારે એશિયન ઈન્ડેક્સમાં પણ તેજી સાથે શરૂઆત થઈ હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના ઉકેલની આશાને કારણે આ તેજી જોવા મળી છે, જોકે ઈરાન અને અમેરિકા વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે.
જાપાનનો નિક્કેઈ 225: 0.52% વધ્યો.
દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI): 1.58% નો ઉછાળો.
કોસ્ડેક (KOSDAQ): 0.90% ની તેજી નોંધાઈ.
હોંગકોંગનો હેંગસેંગ: ઈન્ડેક્સ ફ્યુચર્સ 26,494 ના સ્તર પર હતો, જે અગાઉના બંધ સ્તર 26,361.07 કરતા વધારે છે.

