Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock news today: Indian stock market closed in green zone on first day of week, investors wipe out Rs 71 thousand crore

Stock news today: ભારતીય શેરબજાર સપ્તાહના પહેલા દિવસે ગ્રીનઝોનમાં બંધ, રોકાણકારોના 71 હજાર કરોડ સાફ

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Stock news today: ભારતીય શેરબજાર સપ્તાહના પહેલા દિવસે ગ્રીનઝોનમાં બંધ, રોકાણકારોના 71 હજાર કરોડ સાફ
સોર્સ : Google

Stock news today: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની ખાડીમાં ફરી વિવાદના કારણે ભારતીય શેરબજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી છે. બંને દેશો વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાર્તા પહેલા શેર-બજારમાં વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. જોકે અમેરિકાએ ઈરાનના જહાજ પર કબજો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગનો વિવાદ પણ યથાવત્ છે. અમેરિકાએ હોર્મુઝ પર નાકાબંધી કરી હોવાનો તો ઈરાને હોર્મુઝ તેના કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો છે.

App Store

હોર્મુઝના કારણે ભારતીય માર્કેટ ગગડ્યું
શુક્રવારે રાત્રે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખોલી નાખ્યો હોવાના સમાચાર સામે આવ્યા બાદ અમેરિકન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. આ જ કારણે સોમવારે ભારતીય શેરબજારમાં તેજી આવવાની અને ગિફ્ટ નિફ્ટી સોમવારે 400 પોઈન્ટની ઉપર ખુલવાની સંભાવના હતી. જોકે શનિવારે હોર્મુઝ બંધ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ભારતીય શેર બજારની ગેમ સંપૂર્ણ પલટી ગઈ છે.

ભારતીય શેરમાર્કેટમાં ઉથલ-પાથલ ગ્રીન પર બંધ
પાકિસ્તાનના ઈસ્લાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા પર સંકટ અને હોર્મુઝ વિવાદ યથાવત્ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ આજે ભારતીય શેરમાર્કેટમાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી છે. જોકે અંતે માર્કેટ ગ્રીન પર બંધ થયું છે. 

સેન્સેક્સમાં 700 પોઈન્ટની ઉથલ-પાથલ
BSE SENSEX શુક્રવારે (17 એપ્રિલ) 78,493.54 બંધ થયા બાદ આજે (20 એપ્રિલ) 139.36 પોઈન્ટના વધારા સાથે 78,632.90 પર ઓપન થયું હતું. ટ્રેડિંગ દરમિયાન નીચામાં 78,203.30 પોઈન્ટથી લઈને ઊંચામાં 78,942.45 પોઈન્ટ સુધી વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે શેરમાર્કેટ 26.76 પોઈન્ટના સામાન્ય વધારા સાથે 78,520.30 પર બંધ થયું છે.

નિફ્ટીમાં 240 પોઈન્ટની ઉથલ-પાથલ
નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે (17 એપ્રિલ) 24,353.55 બંધ થયા બાદ આજે (20 એપ્રિલ) 37.95 પોઈન્ટના વધારા સાથે 24,391.50 પર ઓપન થયું હતું. ટ્રેડિંગ દરમિયાન નીચામાં 24,241.25 પોઈન્ટથી લઈને ઊંચામાં 24,480.65 પોઈન્ટ સુધી વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે નિફ્ટી 11.30 પોઈન્ટના સામાન્ય વધારા સાથે 24,364.85 પર બંધ થયું છે.

માર્કેટ કેપમાં 71 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો
આઈટી અને રિયલ્ટી સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ઓટો અને પીએસયુ બેંક સેક્ટરોએ બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આમ સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ભારે ઉથલ-પાથલ થતાં માર્કેટ કેપમાં 71 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

બજારમાં ઘટાડો આવવાના મુખ્ય કારણો
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો : હોર્મુઝ વિવાદના કારણે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ 95-98 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે.
બંને દેશો વચ્ચે અનિશ્ચિતતા : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક રોકાણકારો સાવચેત બન્યા છે.
વોલેટાલિટી ઈન્ડેક્સ (VIX) : ભારતીય VIX માં 10% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારમાં ભારે અસ્થિરતા સૂચવે છે.
વૈશ્વિક સંકેતો: ગ્લોબલ માર્કેટ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ હવે ઘટાડાના સંકેત આપી રહ્યા છે.
હવે આગળ શું?

શેરબજારના નિષ્ણાતો માને છે કે હવે બજારની ચાલ સંપૂર્ણપણે હોર્મુઝની સ્થિતિ અને તેલના ભાવ પર નિર્ભર રહેશે. જો હોર્મુઝની ખાડી ખુલી જશે તો બજારમાં રિકવરી જોવા મળી શકે છે, પરંતુ જો તણાવ વધશે તો મોટી નરમાઈ આવી શકે છે.