Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: City BJP president Prerak Shah gets angry while asking about BJP's opposition in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભાજપના વિરોધનો પ્રશ્ન પૂછાતા શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે ચાલતી પકડી

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ઠેર-ઠેર વિકાસ કાર્યોને લઈ બુમો ઉઠી રહી છે. ક્યાંક કામો નથી થતા તો ક્યાંક નેતાઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો હોવાનો સભામાં પ્રશ્ન પૂછાયો હતો ત્યારે આ સાંભળીને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે પિત્તો ગુમાવી દઈને જવાબ આપવાનું ટાળી દઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા. 

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં વિકાસ કાર્યોને લઈ ઠેર-ઠેર સ્થાનિકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ અંગેનો પ્રશ્ન ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યો હતો. ત્યારે મંત્રી દર્શના વાઘેલા આ અંગેનો જવાબ આપી રહ્યા હતા, પરંતુ વચ્ચેથી માઈક આંચકીને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે પિત્તો ગુમાવી દીધો હતો. માઈક આંચકીને વિરોધનો જવાબ આપવાનું ટાળીને તેમને દાવો કર્યો હતો કે અમદાવાદ શહેરમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપ જીતશે. ત્યારબાદ ચાલુ સભામાંથી તેઓ અચાનક ઉઠીને રવાના થઈ ગયા હતા. કોઈ કાંઈ સમજે તે પહેલા પ્રેરક શાહ ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમ્યાન ત્યાં હાજર નેતાઓ, મીડિયા અને કાર્યકરો પણ જોઈ રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં ડેપ્યુટી સીએમને જાતે ચૂંટણી પ્રચારમાં ઉતરવાની નોબત આવી હતી. પરંતુ કાર્યકરો અને પક્ષમાં ગણગણાટ કંઈક બીજું જ કહીં જાય છે.