Commodity Market: શેરબજાર સાપ્તાહિક ભવિષ્યવાણી! જાણો કયા સેક્ટરમાં આવશે તેજી અને ક્યાં જોવા મળશે મંદી?

Commodity Market: જ્યોતિષીય ગણતરી મુજબ આગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી શકે છે. મંગળવાર અને શુક્રવારે બજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે, જ્યારે બુધવાર, ગુરુવાર અને સોમવારે બજાર તેજી તરફી વળાંક લઈ શકે છે. ખાસ કરીને ગ્રહોની ચાલ મુજબ ચોક્કસ સમયગાળા દરમિયાન બજારની ગતિ ધીમી પડવાની સંભાવના હોવાથી રોકાણકારોએ સાવધ રહેવું અત્યંત મહત્ત્વનું છે.
સોમવાર, તા. 20-04- 2026, રોહિણી નક્ષત્ર. વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એક્સપોર્ટ, શિપિંગ, લીકર, ફાર્મા અને એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તેલ, મગફળી. સરસવ, જવ અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 21-04-2026, મૃગશિર્ષ નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, પાવર, લોજિસ્ટ્ક, ઇન્ફ્રા., ફાર્મા અને કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, પીપર, સરસવ, ગુવારગમ, ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 22-04-2026 આદ્રા નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, માઇન, ઓઇલ, આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, મેન્થા. ધાણા, જીરા મેન્થા, એલચી અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 23-04-2026, પુનર્વસુ નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, પી.એસ.યુ, ડેરી, એફએમસીજી અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મકાઇ, હળદર, સોયાબીન, સરસવ અને ચણા પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 24-04-2026, પૂષ્ય નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, શિપિંગ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગફળી, તલ, સોયાબીન, જવ અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 27-04- 2026, પૂ.ફા નક્ષત્ર. સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, ફૂડ, બીવરેજીસ, શિપિંગ, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. કપાસ, ચણા, જવ, સોયાબીન અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતાં પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.

