Astro Business Predictions: આગામી સપ્તાહે બજારમાં ઉતાર-ચઢાવ! જ્યોતિષીય ગણતરીથી જાણો કયા સેક્ટરમાં આવશે તેજી?

Astro Business Predictions: શેરબજારમાં સફળતા મેળવવા માટે માત્ર ટેક્નિકલ ચાર્ટ્સ જ નહીં, પણ નક્ષત્રોની સ્થિતિ પણ નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. આગામી સપ્તાહમાં મંગળવારથી સોમવાર (14 એપ્રિલથી 20 એપ્રિલ, 2026) દરમિયાન બજારના ઉદિત લગ્ન, ગ્રહ અને હોરાની ગણતરી મુજબ તેજી-મંદીના મિશ્ર સંકેતો મળી રહ્યા છે.
સોમવાર, તા. 13-04- 2026, ઘનિષ્ઠા નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. લોજિસ્ટિક, પાવર, માઇન, ફાર્મા, અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં પીપર, એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 14-04-2026, શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, માઇન, એગ્રો, અને ઇન્ફ્રા. સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, જીરા, પીપર, ગુવારગમ, ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 15-04-2026 પૂ.ભા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.બેન્ક, ફાયનાન્સ, પાવર, લોજિસ્ટિક અને ગેસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, મેન્થા. ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 16-04-2026, ઉ.ભા નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, એજ્યુકેશન, પી.એસ.યુ, ગવર્નમેન્ટ, કન્સલ્ટન્સી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, ચણા, સોયાબીન, સરસવ અને મકાઇ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 17-04-2026, રેવતી નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, એફએમસીજી, હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, એરંડા, ગુવાર ગમ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 20-04- 2026, રોહિણી નક્ષત્ર. વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એક્સપોર્ટ, શિપિંગ, લીકર, ફાર્મા અને એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તેલ, મગફળી. સરસવ, જવ અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતાં પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.

