શાનદાર તેજી સાથે શેરબજાર બંધ, સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા
ભારતીય શેરબજારમાં ગુરૂવારે શાનદાર તેજી જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. સેન્સેક્

ભારતીય શેરબજારમાં ગુરૂવારે શાનદાર તેજી જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. સેન્સેક્સ 74,501ની સર્વકાલીન ઊંચી સપાટીએ અને નિફ્ટીએ 22,619ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. માર્કેટમાં તેજીના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે.
માર્કેટ બંધ થવા સુધીમાં સેન્સેક્સ 350 પોઈન્ટના વધારા સાથે 74,227ના સ્તર બંધ થયો છે. જ્યારે નિફ્ટી માત્ર 80 પોઈન્ટના ઉછાળા સાથે 22,514ના સ્તરે ક્લોઝ થયો છે. એક તબક્કે નિફ્ટી 22,619ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.
આ શેર લાલ-લીલા નિશાને થયા બંધ
આજના કારોબાર દરમિયાન બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, આ સિવાય આઈટી ઓટો શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્માના શેર લાલ નિશાને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે.
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ સ્તર પર
શેરમાર્કેટમાં શાનદાર તેજીના પગલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 398.60 લાખ કરોડની ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 397.52 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ મૂડીમાં રૂ. 1.08 લાખ કરોડનો વધારો થયો છે.








