મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરમાર્કેટે પરિણામ પચાવ્યું: સેન્સેક્સમાં ધબડકા બાદ આજે શાનદાર તેજી, 13 લાખ કરોડની કમાણી

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શેરમાર્કેટમાં પ્રચંડ ગાબડું પડ્યું હતું. જોકે, આજે 5 જૂને પરિણામ પચાવતા

શેરમાર્કેટે પરિણામ પચાવ્યું: સેન્સેક્સમાં ધબડકા બાદ આજે શાનદાર તેજી, 13 લાખ કરોડની કમાણી

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે શેરમાર્કેટમાં પ્રચંડ ગાબડું પડ્યું હતું. જોકે, આજે 5 જૂને પરિણામ પચાવતા શાનદાર તેજી જોવા મળી હતી. જેના પગલે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. 

બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 2,303 પોઈન્ટ ઉછાળીને 74,382ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 735 પોઈન્ટના વધારા સાથે  22,620ના સ્તરે બંધ થયો હતો. ગઈકાલે સેન્સેક્સ 4389 પોઈન્ટ તૂટીને 72079બંધ રહ્યો હતો. જ્યારે નિફટી 1379 પોઈન્ટ ગબડીને 21884 બંધ રહ્યો હતો. 

આ શેરોમાં શાનદાર તેજી 

અદાણી ગ્રીન એનર્જીનો શેર 11.11 ટકા, અદાણી પોર્ટના શેરમાં 8.45 ટકા, આદિત્ય બિરલા ફેશન રિટેલમાં 15 ટકા,  વોડાફોન આઈડિયાના શેરમાં 12 ટકા, જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં 10 ટકા,  નાલ્કોના શેરમાં 11 ટકાનો વધારો થયો છે. ઇન્ડસઇન્ડ બેન્કમાં  સૌથી વધુ 7.75 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. આ પછી ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. 

માર્કેટ કેપ 3 લાખ કરોડ વધીને રૂ. 407.8 લાખ કરોડ થયું

ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સની સાથે તેની માર્કેટ કેપમાં પણ વધારો જોવા મળ્યો હતો. ગઈકાલની સરખામણીએ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ. 13 લાખ કરોડ વધીને રૂ. 407.8 લાખ કરોડ થયું છે.

આ સમાચાર શેર કરો