મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Stock Market: સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા 

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે, આ પૂર્વે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં કડા

Stock Market: સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા 

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે, આ પૂર્વે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં કડાકાના પગલે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. આ ઘટાડાને કારણે રોકાણકારોને એક જ દિવસમાં 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સેન્સેક્સે ફરી એકવાર 74,000ની સપાટી ગુમાવી

બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 617 પોઈન્ટના ઘટાડા સાથે 73,885.60 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ ગગડીને  22,488.65ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સે ફરી એકવાર 74,000ની સપાટી ગુમાવી દીધી છે. 

ટાટા સ્ટીલના શેરમાં  5%થી વધુનો ઘટાડો

ટાટા સ્ટીલના શેરમાં  5%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ટાઇટન, ટેક મહિન્દ્રા અને વિપ્રોના શેરમાં 3%નો ઘટાડો થયો હતો.  પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, ટાટા મોટર્સના શેર પણ બંધ થયા છે. ઈન્ફોસિસ, TCS, JSW, મારુતિ, ITC અને HCL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને NTPCના શેરમાં ઘટાડો થયો હતો.

આ સમાચાર શેર કરો