Stock Market Crash: ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 770 પોઈન્ટ તૂટ્યો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે સમગ્ર વિશ્વના નાણાકીય બજારોમાં તબાહી મચાવી દીધી છે. ટ્રમ્પ દ્વારા 10% નવો આયાત ટેરિફ લાગુ કરાતાં જ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ શુક્રવારે કારોબારની શરૂઆતમાં જ મોટો ભડાકો થયો હતો.
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 770 પોઈન્ટથી વધુ તૂટીને 75,613 ના સ્તરે આવી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 200 થી વધુ પોઈન્ટના કડાકા સાથે 23,646 ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
તાશના પત્તાની જેમ તૂટેલા 10 દિગ્ગજ શેરો
બજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ કેટેગરીના અનેક જાણીતા સ્ટોક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો:
-
લાર્જકેપ શેરો: IndiGo 2.60%, એટરનલ (Eternal) 2.50% અને ભારતી એરટેલ (Bharti Airtel) 1.60% ઘટ્યા હતા.
-
મિડકેપ શેરો: ફિનિક્સ મિલ્સ (Phoenix) 2.20%, મુથૂટ ફાઇનાન્સ (Muthoot Finance) 2%, નાયકા (Nykaa) 1.70% અને ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties) 1.65% તૂટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
-
સ્મોલકેપ શેરો: હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) 2.40%, IIFL 2.10% અને એમ્બર એન્ટરપ્રાઇઝિસ (AMBER) 1.95% ના ઘટાડા સાથે રેડ ઝોનમાં હતા.
શેરબજાર ક્રેશ થવાનું સૌથી મોટું કારણ
ભારતીય શેરબજારમાં મચેલા હાહાકાર પાછળનું સૌથી મુખ્ય કારણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો 10% ટેરિફ બોમ્બ છે.
અમેરિકાએ પોતાના 60 ટ્રેડિંગ પાર્ટનર્સ પર 10% થી 12.5% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેમાં ભારત સહિત 17 દેશો પર 10% વધારાનો આયાત ટેરિફ ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવો ટેરિફ શુક્રવારથી જ અમલી બની ગયો હોવાથી ગ્લોબલ ઇન્વેસ્ટરોમાં ભય ફેલાયો છે.
ક્રૂડ ઓઈલમાં ભડકાથી પરિસ્થિતિ વધુ વણસી
ટેરિફ યુદ્ધ ઉપરાંત મધ્ય પૂર્વ (West Asia)ના તણાવે પણ બજારનું ગણિત બગાડ્યું છે:
-
યુએસ અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝની અખાતમાં જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ છે.
-
યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા લાલ સમુદ્રમાં સાઉદી તેલ ટેન્કરો પર કરાયેલા મિસાઈલ હુમલાને પગલે ક્રૂડ ઓઈલનો ભાવ ફરી $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે.
-
ભારતે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આયાત કરવું પડતું હોવાથી તેલના ભાવ વધવાથી દેશમાં મોંઘવારી વધવાની આશંકાએ રોકાણકારોનો સેન્ટિમેન્ટ ખરાબ કર્યો છે.
વૈશ્વિક બજારોમાંથી પણ મળ્યા હતા નકારાત્મક સંકેતો
ભારતીય બજાર ખુલતા પહેલા જ એશિયા અને યુરોપના બજારો કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 2,000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 6% જેટલો ક્રેશ થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ અને બ્રિટનનો FTSE-100 પણ ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
(નોંધ: શેરબજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી જરૂરી છે.

