શેરબજાર ઓલ ટાઈમ હાઈ : સેન્સેક્સે પ્રથમ વખત 74600ની સપાટીને પાર કરી
બજારમાં તેજી ચાલુ છે. શેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈ

બજારમાં તેજી ચાલુ છે. શેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 22,578.35 ના સ્તર પર ખુલ્યો.
સેન્સેક્સ-નિફ્ટીએ બજારમાં નવા ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવ્યા
આજે, BSE સેન્સેક્સ પ્રથમ વખત 74600ની સપાટીને પાર કરી 74,658.95ની નવી ઐતિહાસિક ટોચને સ્પર્શી ગયો છે. જ્યારે NSEનો નિફ્ટી પ્રથમ વખત 22,623.90 ના સ્તર પર પહોંચી ગયો છે. આજના સ્તરો બંને સૂચકાંકોના સર્વોચ્ચ સ્તર છે.
પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું?
પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 357 પોઈન્ટના વધારા સાથે 0.48 ટકાના વધારા સાથે 74605 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈનો નિફ્ટી 67.75 પોઈન્ટ અથવા 0.30 ટકાના ઉછાળા સાથે 22581ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. લગભગ 1850 શેર વધ્યા, 1223 શેર ઘટ્યા અને 139 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.








