જો તમે આ રીતે કરશો રોકાણ તો થોડા જ વર્ષોમાં તમારી પાસે પણ હશે 5 કરોડ રૂપિયા
ઓછા સમયમાં મોટી કમાણી કરવી શક્ય છે, પરંતુ જો યોગ્ય રીતે પ્લાનિંગ

ઓછા સમયમાં મોટી કમાણી કરવી શક્ય છે, પરંતુ જો યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવે તો જ આ શક્ય બની શકે છે. આજે અમે તમારા માટે એક એવું જ કેલક્યુલેશન લઈને આવ્યા છીએ, જેના થકી તમારી પાસે પણ 5 કરોડ રૂપિયા થઈ જશે. જો તમે શેરબજાર વિશે વધુ જાણતા નથી અથવા વધુ જોખમ લેવા માગતા નથી, તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.
નિષ્ણાતો કહે છે કે, લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને મોટી રકમ મળી શકે છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં એકમ અથવા માસિક રોકાણ કરી શકો છો. SIP દ્વારા માસિક રોકાણ કરી શકાય છે. SIPમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. ચાલો જાણીએ કે 5 કરોડ રૂપિયા જમા કરવા માટે કેટલું રોકાણ કરવું પડશે અને કેટલા વર્ષ રાહ જોવી પડશે...
રૂ. 5 કરોડ માટે કેટલી SIP જરૂરી છે?
મ્યુચ્યુઅલ ફંડ્સમાં અંદાજિત વ્યાજ દર ઉપલબ્ધ છે, જે માર્કેટના નેચર પર આધારિત છે. જોકે, લાંબા ગાળા માટે માની લઈએ કે તમને વાર્ષિક 12 ટકા વ્યાજ મળી રહ્યું છે અને તમે SIP દ્વારા રૂ. 5 કરોડ એકત્ર કરવા માગો છો, તો તમારે કંઈક આવું રોકાણ કરવું પડશે.
• 20 વર્ષમાં 5 કરોડ રૂપિયા મેળવવા માટે, 50,000 રૂપિયાની માસિક SIP જરૂરી છે.
• 25 વર્ષના સમયગાળા માટે જરૂરી માસિક બચત રૂ. 26,500 હશે.
• જો 30 વર્ષમાં રૂ. 5 કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય હોય, તો માસિક રૂ. 14,250ની SIP કરવી પડશે.
છેલ્લા પાંચ વર્ષમાં કેટલું મળ્યું વળતર?
નોંધનીય છે કે, નિફ્ટી ઇન્ડેક્સ ફંડ્સે છેલ્લા 5 વર્ષમાં 18 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે, જ્યારે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા 5 વર્ષમાં 25% કરતાં વધુનું CAGR આપ્યું છે. અન્ય ઘણી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ પણ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, તમારા માટે એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે, તમારે સતત રોકાણ કરવાનું રહેશે. જો તમે વચ્ચે બ્રેક કરો છો તો તમને રૂ. 5 કરોડ ભેગા કરવામાં વધુ સમય લાગી શકે છે અથવા તમને જમા કરાવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આમ, દર મહિને રૂ. 50,000, રૂ. 26,500 અથવા રૂ. 14,500ની સતત બચત કરીને વ્યક્તિ 20, 25 કે 30 વર્ષમાં 12 ટકા વાર્ષિક વળતર ધારીને આશરે રૂ. 5 કરોડ એકઠા કરી શકે છે.








