Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver Prices Fall: Finally, silver prices fell today before Diwali, know how much cheaper silver has become?

Silver Prices Fall: આખરે દિવાળી પહેલા આજે ચાંદીના ભાવ તૂટયા, જાણો ચાંદી કેટલી સસ્તી થઈ?

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Silver Prices Fall: આખરે દિવાળી પહેલા આજે ચાંદીના ભાવ તૂટયા, જાણો ચાંદી કેટલી સસ્તી થઈ?
સોર્સ : GSTV

Silver Prices Fall: છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે ચાંદીની કિંમતમાં એકાએક મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, સોનાના ભાવમાં આજે પણ વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(IBJA)ની વેબસાઇટ પર ચાંદીના દરોમાં આ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં ગઈકાલ(15 ઑક્ટોબર)ની સરખામણીએ આજે પ્રતિ કિલો રૂપિયા 8,000થી વધુનો ઘટાડો નોંધાયો છે.

App Store

ચાંદીનો નવો ભાવ
16 ઑક્ટોબર 2025ના રોજ સાંજે 5 વાગ્યે, IBJA મુજબ, 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,68,083 હતો. ગઈકાલે (15 ઑક્ટોબર) 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,76,467 હતો. આનો અર્થ એ છે કે ગઈકાલની સરખામણીમાં ચાંદીનો ભાવ લગભગ રૂપિયા 8,400 જેટલો ઓછો થયો છે.

સોનું આજે પણ મોંઘું થયું
બુલિયન માર્કેટમાં ચાંદીમાં આ મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાની કિંમતમાં આજે પણ તેજી યથાવત્ રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,27,471 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,26,961 છે. 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 95,603 છે.

MCX પર સ્થિતિ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે પણ ચાંદીના ભાવમાં આશરે રૂપિયા 1,700નો ઉછાળો જોવા મળ્યો છે અને તે પ્રતિ કિલો રૂપિયા 1,63,900ની આસપાસ પહોંચી ગઈ છે. જ્યારે, 5 ડિસેમ્બર વાયદા માટે 10 ગ્રામ સોનાની કિંમતમાં રૂપિયા 1,000નો ઉછાળો આવ્યો છે અને તે રૂપિયા 1,28,184 છે.

ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું કારણ
સ્પોટ માર્કેટમાં ચાંદીના શૉર્ટેજ(તંગી)ને લગતા સમાચાર આવ્યા બાદ તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને મુંબઈના ઝવેરી બજારે ચાંદીના નવા ઑર્ડર લેવાનું બંધ કર્યા પછી આ ઘટાડો થઈ રહ્યો છે.