Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Share Market Today: Stock market rebounds as tariff fears ease; Sensex rises 398 points; Nifty closes at 25,289

Share Market Today: ટેરિફના ભયમાં ઘટાડો થતાં શેરબજારમાં તેજી; સેન્સેક્સ 398 પોઈન્ટ વધ્યો; નિફ્ટી 25,289 પર બંધ

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Share Market Today: ટેરિફના ભયમાં ઘટાડો થતાં શેરબજારમાં તેજી; સેન્સેક્સ 398 પોઈન્ટ વધ્યો; નિફ્ટી 25,289 પર બંધ
સોર્સ : GSTV

Share Market Today: ગુરુવારે (22 જાન્યુઆરી) સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો, જેનાથી ત્રણ દિવસના ઘટાડાનો દોર સમાપ્ત થયો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલેન્ડ વિવાદને લઇને યુરોપ પર ટેરીફ લગાવવાની ધમકીને પાછી ખેંચી એની વૈશ્વિક બજારો પર સકારાત્મક અસર પડી, અને તેની અસર સ્થાનિક સ્તરે પણ અનુભવાઈ. વધુમાં, જાહેર ક્ષેત્રના બેંક અને ફાર્માસ્યુટિકલ શેરોમાં થયેલા વધારાથી પણ બજારને ટેકો મળ્યો.

App Store

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 82,459 પર મજબૂત રીતે ખુલ્યો. શરૂઆતના સત્ર પછી પણ તેમાં વધારો ચાલુ રહ્યો, શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન 700 પોઈન્ટ જેટલો વધારો થયો. અંતે તે 397.74 પોઈન્ટ અથવા 0.49 ટકાના વધારા સાથે 84,307.39 પર બંધ થયો.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 25,344 પર ખુલ્યો. ઈન્ટ્રાડે ટ્રેડમાં તે 25,435 સુધી વધીને અંતે 132.40 પોઈન્ટ અથવા 0.53 ટકા વધીને 25,289 પર બંધ થયો.

જિયોજીત ઇન્વેસ્ટમેન્ટના રીસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "સ્થાનિક શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી. દાવોસ બેઠકમાં ગ્રીનલેન્ડ અને ટેરિફ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સકારાત્મક ટિપ્પણીઓ પછી રાહતના સંકેતો મળ્યા, જેનાથી બજારને ટેકો મળ્યો."

"જોકે, રૂપિયાની સતત નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે બજારનું સેન્ટિમેન્ટ સાવચેત રહ્યું. શરૂઆતના ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો વર્તમાન મૂલ્યાંકન સ્તરોને નોંધપાત્ર રીતે ટેકો આપતા નહોતા." તેમણે જણાવ્યું કે, તેમ છતાં રોકાણકારોએ મજબૂત ઘરેલુ માગથી મળનારા સંભવિત લાભની સંભાવનાને નકારી ન શકાય, જે આવનારા ત્રિમાસિક પરિણામોના આગામી રાઉન્ડમાં એકદમ સ્પષ્ટરૂપથી સામે આવી શકે છે. આગળની વાત કરવામાં આવે તો બજારની નજર આજે જારી થનારા અમેરિકાના સકલ ઘરેલુ ઉત્પાદનો વૃદ્ધિ અને મુખ્ય મોંઘવારીના આંકડા પર રહેશે. આ ઉપરાંત, આવતીકાલે જાપાનની સેન્ટ્રલ બેંકના નાણાકીય નીતિના નિર્ણયથી બજારને ભવિષ્યની દિશા અંગે સંકેતો મળવાની અપેક્ષા છે.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ટાટા સ્ટીલ મુખ્ય વધ્યા હતા, જ્યારે ઈટરનલ, ટાઇટન, મારુતિ સુઝુકી અને આઇસીઆઈસીઆઇ બેંક ઘટ્યા હતા.

સેક્ટરના લિહાજથી જોવામાં આવે તો નિફ્ટી રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતાં તમામ ઈન્ડેકસ લીલા નિશાનમાં બંધ થયા હતાં. નિફ્ટી પબ્લિક સેક્ટર બેંક અને મીડિયા સૌથી વધુ વધ્યા હતા, બંને 2 ટકાથી વધુ વધ્યા હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1.34 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 0.76 ટકા વધ્યો હતો.

નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે વૃદ્ધિ ડૉ. રેડ્ડીઝમાં જોવા મળી હતી. તેમાં 5.22 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, ભારત ઈલેક્ટ્રોનિક્સ 3.64 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 2.67 ટકા, અદાણી પોર્ટ્સ 2.59 ટકા અને ટાટા સ્ટીલ 2.55 ટકા વધ્યા હતા.


નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ઈટરનલના શેરને થયું હતું, તેના શેરમાં 2.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, એસબીઆઇ લાઈફ 1.63 ટકા, ટાઇટન કંપની 1.49 ટકા, આઇશર મોટર્સ 1.28 ટકા, મેક્સ હેલ્થકેર 0.54 ટકા ઘટ્યા.

મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કર્યો, જેમાં બીએસઇ મિડકેપમાં 1.28 ટકા અને બીએસઇ સ્મોલકેપમાં 1.13 ટકાનો વધારો થયો.

વૈશ્વિક બજારો 
આ રાહતની ગૂંજ સૌથી પહેલા એશિયાઈ બજારોમાં સાંભળવા મળી હતી. જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટેકનોલોજી શેરોના દમ પર દક્ષિણ કોરિયાના બજારો મજબૂતિથી આગળ વધ્યા હતાં અને રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરતો નજર આવ્યો હતો. દરમિયાન, વોલ સ્ટ્રીટમાં પણ રાતોરાત રાહતનો માહોલ જોવા મળ્યો. યુએસમાં ભૂ-રાજકીય અને વેપાર તણાવ ઓછો થતાં S&P 500 અને નાસ્ડેક ઇન્ડેક્સ બંને 1% થી વધુ વધીને બંધ થયા.