Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: Unique invention from Ahmedabad: 'Vacuum track cleaner' made from spare parts of old engines, railway tracks will be sparkling in minutes!

Indian Railways: અમદાવાદની અનોખી શોધ: જૂના એન્જિનના સ્પેરપાર્ટ્સમાંથી બન્યું ‘વેક્યૂમ ટ્રેક ક્લીનર’, મિનિટોમાં રેલવે પાટા થશે ચકાચક!

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Indian Railways: અમદાવાદની અનોખી શોધ: જૂના એન્જિનના સ્પેરપાર્ટ્સમાંથી બન્યું ‘વેક્યૂમ ટ્રેક ક્લીનર’, મિનિટોમાં રેલવે પાટા થશે ચકાચક!
સોર્સ : GSTV

Indian Railways:  ભારતીય રેલવેમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે અમદાવાદના સાબરમતી લોકો શેડના એન્જિનિયરોએ એક ક્રાંતિકારી સફળતા મેળવી છે. એન્જિનિયરોએ નકામા અને જૂના સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરીને એક અનોખું ‘વૈક્યૂમ ટ્રેક ક્લીનર’ તૈયાર કર્યું છે, જે આગામી સમયમાં રેલવે સ્ટેશનો અને પાટાઓની સફાઈ પદ્ધતિમાં મોટો ફેરફાર લાવશે.

App Store

ટેકનોલૉજી અને કાર્યપદ્ધતિ
 આ વેક્યૂમ ટ્રેક ક્લીનર ડીઝલ એન્જિનથી સંચાલિત છે અને તે 1800 RPMની શક્તિશાળી ગતિએ સક્શન પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ મશીનમાં 200 મીમીની ટ્યુબ લગાવવામાં આવી છે, જે પાટા પર પડેલા કચરાને સેકન્ડોમાં જ ખેંચી લે છે. ખાસ વાત એ છે કે આ મશીન બનાવવા માટે જૂના રેડિયેટર ફેન અને નકામા સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને અત્યંત લો-બજેટ બનાવે છે.

ડિજિટલ કંટ્રોલ અને સ્વચ્છતા
આ મશીન સંપૂર્ણપણે ડિજિટલ સિસ્ટમ દ્વારા સંચાલિત છે. લોકો પાયલોટ પોતાની કેબિનમાં બેસીને જ સક્શન પાવરને નિયંત્રિત કરી શકે છે. ખેંચાયેલો કચરો સીધો મશીનમાં લાગેલી નેટ બેગમાં એકઠો થાય છે. આ નવી વ્યવસ્થાથી સ્ટેશનો પર ફેલાતી ગંદકી અને દુર્ગંધથી મુસાફરોને મોટી રાહત મળશે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં સાબરમતી લોકો શેડની આ પહેલ દેશભરના રેલવે ટ્રેકની તસ્વીર બદલી નાખશે.