Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex today: Market falls due to selling pressure in the last half hour: Sensex falls 331 points; Nifty closes at 25959

Sensex today: છેલ્લા અડધા કલાકમાં વેચવાલીનું દબાણ આવતા બજાર ઘટ્યુઃ સેન્સેક્સ 331 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 25959 પર બંધ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Sensex today: છેલ્લા અડધા કલાકમાં વેચવાલીનું દબાણ આવતા બજાર ઘટ્યુઃ સેન્સેક્સ 331 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 25959 પર બંધ
સોર્સ : GSTV

Sensex today: વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતો છતાં ભારતીય શેરબજાર સોમવારે (24 નવેમ્બર) અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં નીચા સ્તરે બંધ થયા. મોટાભાગના ટ્રેડિંગ દિવસ દરમિયાન લીલા રંગમાં રહેવા છતાં, અંતિમ કલાકમાં વેચવાલીથી બજાર લાલ રંગમાં બંધ થયું.

App Store

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ વધીને 85,320 પર ખુલ્યો. દિવસ દરમિયાન, તે 85,473ની ઊંચી સપાટી અને 84,710ની નીચી સપાટીને સ્પર્શ્યો. અંતે તે 331.21 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 84,900.71 પર બંધ થયો.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી 50 26,122.80 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે ઈન્ટ્રાડે 26,142 ની ઊંચી સપાટી અને 25,912ની નીચી સપાટીને સ્પર્શ્યો. અંતે તે 108.65 પોઈન્ટ અથવા 0.42 ટકા ઘટીને 25,959 પર બંધ થયો.

જિયોજીત ઈન્વેસ્મેન્ટના રિસર્ચ વિભાગના વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "બજાર સાંકડી રેન્જમાં ટ્રેડ થયું, સકારાત્મક દિશામાં ટ્રેડિંગ થયું. છેલ્લા અડધો કલાકમાં પ્રેશર વધ્યું અને ઘટાડા સાથે બંધ થયું. સોમવારની એકસપાયરીને કારણે નિફ્ટી-50 ઈન્ડેક્સ 26,000ના સ્તરથી ઉપર ટકી શક્યો નહીં. રોકાણકારોએ પણ સાવચેતીનો અભિગમ અપનાવ્યો."  મેરિકા-ભારત વચ્ચેના વચગાળાના વેપાર સોદામાં વિલંબ થવાની આશંકા યથાવત છે. જોકે, કેટલાક આઈટી શેરોમાં ખરીદીને ટેકો મળ્યો છે."

"વૈશ્વિક બજારો સકારાત્મક રહ્યા છે. ડિસેમ્બરમાં ફેડ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધી છે," તેમણે કહ્યું. આ યુએસ રોજગાર ડેટામાં નબળાઈના જોખમને કારણે છે. સ્થાનિક સ્તરે, જીડીપી વૃદ્ધિ, નિયંત્રિત ફુગાવો, સ્થિર તેલના ભાવ અને બીજા ભાગમાં મજબૂત કંપની પરિણામોની સંભાવનાઓ બજારને સ્થિર રાખી રહી છે."

સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ અને સનફાર્મા સૌથી વધુ વધ્યા હતા. દરમિયાન, બીઈએલ, ટાટા સ્ટીલ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા  અને ટાટા મોટર્સ પીવી સૌથી વધુ ઘટ્યા હતા.

નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે સુધારો ટેક મહીન્દ્રામાં જોવા મળ્યો હતો અને તેમાં 2.28 ટકાનો સુધારો જોવાયો હતો. આ પછી, આઈશર મોટર્સમાં 1.74 ટકા, બજાજ ઓટોમાં 1.30 ટકા, વિપ્રોમાં 1.14 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 0.60 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી-50 કંપનીઓમાં, ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરમાં 3.02 ટકાનો ઘટાડો સૌથી વધુ રહ્યો. આ પછી, જેએસડબલ્યુ સ્ટીલ 3.01 ટકા, મેક્સ હેલ્થકેર 2.15 ટકા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 1.69 ટકા, ટાટા સ્ટીલ 1.58 ટકા ઘટ્યા.

સેક્ટરલ ઈન્ડેક્સ પર નિફ્ટી રિયલ્ટી સૌથી વધારે ઘટ્યો હતો. તેમાં 2.05 ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટી મેટલમાં 1.23 ટકાનો ઘટાડો થયો હતો, ત્યારબાદ નિફ્ટી કેમિકલ્સમાં 1.31 ટકાનો ઘટાડો થયો હતો. આ દરમિયાન, નિફ્ટી આઈટીમાં 0.41 ટકાનો વધારો થયો હતો.

વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકો પણ ઘટ્યા અને અનુક્રમે 0.32 ટકા અને 0.85 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

વૈશ્વિક બજારોની સ્થિતિ
ફેડરલ રિઝર્વના સંભવિત વ્યાજ દર ઘટાડાની આશા વચ્ચે એશિયાઇ બજારો નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતાં. ઓસ્ટ્રેલિયાનો એસ&પી/એએસએક્સ 200 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 1 ટકા વધ્યો હતો, જ્યારે જાપાન રજાના કારણે બંધ રહ્યો હતો. ગયા અઠવાડિયે એમએસસીઆઇ એશિયા પેસિફિક ઈન્ડેક્સે એપ્રિલ પછીનો સૌથી તીવ્ર સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો.

દરમિયાન, શુક્રવારે વોલ સ્ટ્રીટ ઉપર બંધ થયો, એવા અહેવાલો બાદ કે અમેરિકા એનવિડિયા કોર્પ. ને તેની H200 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્સ ચીનને વેચવાની મંજૂરી આપી શકે છે. એસ&પી 500 અને નાસ્ડેક અનુક્રમે 0.98 ટકા અને 0.88 ટકા વધ્યા હતા.