Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex nears all-time high in global markets, markets just a short distance from all-time

Business: વૈશ્વિક બજારોમાં સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીની નજીક,બજારો સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી થોડીજ દૂર છે

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Business: વૈશ્વિક બજારોમાં સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીની નજીક,બજારો સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી થોડીજ દૂર છે
સોર્સ : Gstv

વૈશ્વિક બજારોમાં તેજીની વચ્ચે ભારતીય શેરબજારો બુધવારે (૨૬ નવેમ્બર) મજબૂત શરૂઆત બાદ, બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-૫૦ અને બીએસઈ સેન્સેક્સ મજબૂત વધારા સાથે બંધ થયા. નિફ્ટી-૫૦ અને બીએસઈ સેન્સેક્સ લગભગ ૧.૨૫% વધ્યા. આ સાથે, બેન્ચમાર્ક હવે તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી માત્ર ૨૦૦ પોઈન્ટ દૂર છે. મેટલ સેક્ટર અને નિફ્ટી કેપિટલ માર્કટમાં તેજીના કારણે શેરબજારમાં આજે ત્રણ કારોબારી સત્રનો ઘટાડાનો સિલસિલો અટક્યો હતો.

App Store

અમેરિકી અને એશિયાઇ બજારોમાં મજબૂતિની અસર ગરેલુ બજારો પર પણ જોવા મળી. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધુ ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક બજારો ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા છે. આઇટી અને મેટલ શેરોમાં મજબૂત તેજીએ બજારને ટેકો આપ્યો. બજારના નિષ્ણાતો કહે છે કે તાજેતરના ઘટાડા પછી બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું.

૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ૮૪,૫૦૩ પર ફ્લેટ ખુલ્યો. થોડી જ મિનિટોમાં તે વધીને ૮૪,૮૫૧ પર પહોંચી ગયો. ટ્રેડિંગ દરમિયાન, તે ૮૫,૬૪૪ ની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો. અંતે તે ૧,૦૨૨.૫૦ પોઈન્ટ અથવા ૧.૨૧ ટકા વધીને ૮૫,૬૦૯.૫૧ પર બંધ થયો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી 50 25,842 પર ફ્લેટ ખુલ્યો. ખુલ્યા પછી ઇન્ડેક્સમાં તેજી આવી અને છેલ્લા કલાકમાં ખરીદીએ તેને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચાડી દીધો. નિફ્ટી અંતે 320.50 પોઈન્ટ અથવા 1.24% વધીને 26,205.30 પર બંધ થયો.

મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાથે સુસંગત પ્રદર્શન કર્યું. બીએસઇ  મિડકેપમાં 1.32 ટકાનો વધારો થયો, જ્યારે બીએસઇ સ્મોલકેપમાં 1.23 ટકાનો વધારો થયો. રોકાણકારોને ચાર લાખ કરોડનો ફાયદો થયો.

બજારો સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી માત્ર થોડા કદમ જ દૂર છે

બુધવારની તેજી પછી, શેરબજાર હવે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી થોડું દૂર છે. નિફ્ટીએ સપ્ટેમ્બર 2024 માં 26,277 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટી બનાવી હતી, જે આજે 26,205 પર બંધ થઈ હતી. સેન્સેક્સ પણ સપ્ટેમ્બરમાં 85,978 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો, જે આજે 85,609 પર બંધ થયો હતો.

સ્ટોક્સકાર્ટના ડિરેક્ટર અને સીઈઓ પ્રણય અગ્રવાલના જણાવ્યા અનુસાર, નિફ્ટી 26,000 ના નવા સ્તરે પહોંચ્યો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારોની ભાવના તમામ ક્ષેત્રોમાં મજબૂત થઈ રહી છે.મેટલ શેરોમાં આટલા માટે તેજી આવી રહી છે, કારણ કે, કોમોડિટીના ભાવ મજબૂત રહે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો થતો રહે છે, જે ક્ષેત્રની કમાણી વૃદ્ધિને મજબૂત ટેકો પૂરો પાડે છે. વધુમાં, રિયલ એસ્ટેટ ક્ષેત્રને સ્થિર વ્યાજ દરો અને વધતી જતી રહેઠાણની માંગનો લાભ મળી રહ્યો છે.

આનાથી ડેવલપર્સ અને સંબંધિત ઉદ્યોગોમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. આ ક્ષેત્રોની સંયુક્ત તાકાત એકંદર બજાર વિશ્વાસમાં વધારો કરી રહી છે, અને રોકાણકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ અને બેંકિંગ જેવા ક્ષેત્રો તરફ પણ વળી રહ્યા છે."

તેમણે કહ્યું કે રોકાણકારોની ભાગીદારી હવે ફક્ત થોડા મોટા શેરો સુધી મર્યાદિત નથી, પરંતુ તે વધુ વ્યાપક બની રહી છે. આ બજારના સ્વાસ્થ્ય માટે સકારાત્મક સંકેત છે.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ અ ને બજાજ ફીનસર્વ બે ટકાથી વધારે વધ્યાં હતાં. ટ્રેન્ટ લિમિટેડ, એક્સિસ બેંક, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, ટાઇટન અને ટાટા મોટર્સ પેસેન્જરના શેરમાં વધારો થયો હતો. બીજી તરફ, ફક્ત ભારતી એરટેલ અને એશિયન પેઇન્ટ્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.

નિફ્ટી ૫૦ કંપનીઓમાં, સૌથી વધુ વધારો જેએસડબલ્યુ સ્ટીલમાં જોવા મળ્યો, જેમાં ૩.૮૨ ટકાનો વધારો જોવા મળ્યો.  આ પછી, એચડીએફસી લાઇફમાં 2.74 ટકા, બજાજ ફિનસર્વમાં 2.71 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.49 ટકા, જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસમાં 2.40 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી ૫૦ કંપનીઓમાં, ભારતી એરટેલને સૌથી વધુ નુકસાન થયું, જેમાં ૧.૬૧ ટકાનો ઘટાડો થયો. આ પછી, અદાણી એન્ટરપ્રાઇઝ 0.77 ટકા, આઇશર મોટર્સ 0.28 ટકા, એસબીઆઇ લાઇફ 0.10 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.07 ટકા ઘટ્યા.


સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો,  બધા ક્ષેત્રો લીલા નિશાનમાં રહ્યા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જેમાં 2 ટકાથી વધુનો વધારો થયો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં પણ 1.46 ટકાનો વધારો થયો. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 1.75 ટકા અને નિફ્ટી એનર્જી ઇન્ડેક્સમાં 1.74 ટકાનો વધારો થયો.

બજારમાં તેજીના 3 મુખ્ય કારણો

વૈશ્વિક બજારોમાંથી મળતા સકારાત્મક સંકેતોએ ભારતીય બજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના અંતની સંભાવનાને કારણે વૈશ્વિક બજારોમાં જોખમ-પર ખરીદી વધી છે.

સાથે જ ડિસેમ્બરમાં અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં કાપની આશાએ અને અમેરિકી રાષ્ટ્રપતિડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર નરમ રૂખથી પણ સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી છે.  રશિયા-યુક્રેન યુદ્ધના અંતની સંભાવનાથી વિશ્વભરના બજારો તેજીમાં છે. આ યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયું હતું.  યુદ્ધનો અંત વૈશ્વિક અર્થતંત્રો માટે મોટી રાહત હશે.
તાજેતરના ઘટાડા બાદ બજારમાં શોર્ટ-કવરિંગનો અનુભવ થઈ રહ્યો છે. મૂળભૂત આર્થિક સૂચકાંકો આગળ સતત તેજીની શક્યતા સૂચવે છે.

એફઆઇઆઇ અને ડીઆઇઆઇ બંને દ્વારા મજબૂત ખરીદી

25 નવેમ્બરના ડેટા દર્શાવે છે કે એફઆઇઆઇ એ આશરે ₹785 કરોડની ખરીદી કરી હતી, જ્યારે ડીઆઇઆઇ એ આશરે ₹3,912 કરોડની ખરીદી કરી હતી. સ્થાનિક રોકાણકારોની આ મજબૂત હાજરી દર્શાવે છે કે બજારના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત રહ્યા છે. જિયોજિતના વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે આ સમયે બજારમાં વારંવાર અસ્થિરતા હોવા છતાં, રોકાણકારોએ શાંત રહેવું જોઈએ અને ધીમે ધીમે સારી કંપનીઓ એકઠી કરતા રહેવું જોઈએ.

એશિયાઇન બજારોમાં સતત ત્રીજા સત્રમાં પણ સુધારો આગળ વધ્યો હતો.  યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો. એશિયાના તમામ મુખ્ય બેન્ચમાર્ક લીલા નિશાનમાં હતા. જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી સૌથી વધુ લાભકર્તા હતા, જેમાં લગભગ 2 ટકાનો વધારો થયો હતો.

અમેરિકી શેરબજારોમાં વોલ સ્ટ્રીટ તેજી સાથે બંધ રહ્યું હતું.  નબળાં ઉપભોક્તા ડેટાએ આગામી મહીને દરોમાં ઘટાડાની આશાને બળ આપ્યું હતું. એસ&પી 500 અને નાસ્ડેક  અનુક્રમે 0.91 ટકા અને 0.67 ટકા વધીને બંધ થયા. આલ્ફાબેટ ઇન્ક. 1.53 ટકા વધીને $323.44 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો, જેનાથી તે $4 ટ્રિલિયનની માર્કેટ કેપની નજીક પહોંચી ગયો, જેનાથી તે આવું કરનારી ચોથી કંપની બની.