મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સેન્સેક્સ 5 દિવસમાં 3000 પોઈન્ટ ઉછળ્યો, GDP અને કંપનીઓના નફામાં ઘટાડા છતાં બજારમાં તેજીનું કારણ જાણો

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીવાળાઓ બજાર પર હાવી થઇ ગયા છે. તેથી ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના નબળાં ના

સેન્સેક્સ 5 દિવસમાં 3000 પોઈન્ટ ઉછળ્યો, GDP અને કંપનીઓના નફામાં ઘટાડા છતાં બજારમાં તેજીનું કારણ જાણો

શેરબજારમાં  છેલ્લા કેટલાક દિવસોથી તેજીવાળાઓ બજાર પર હાવી થઇ ગયા છે. તેથી ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના નબળાં નાણાકીય પરિણામો અને જીડીપીના આંકડા નબળાં હોવા છતાં રોકાણકારોનો વિશ્વાસ ડગ્યો નથી. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 3,000 પોઈન્ટથી વધુ ઉછળીને 82,000ની સપાટી વટાવી ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ 24,800ની સપાટી વટાવી હતી.

આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી

FII એક્ટીવ

આ તેજી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની આસપાસ શરૂ થઈ હતી અને હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, ઓક્ટોબર અને નવેમ્બરમાં લગભગ રૂ. 1.15 લાખ કરોડનું વેચાણ કર્યા બાદ, વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં લગભગ રૂ. 13,900 કરોડનું રોકાણ કર્યું છે.

એફઆઇઆઇનો ખરીદીનો મૂડ, બેન્કિંગ શેરો મજબૂત

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી.કે. વિજયકુમાર કહે છે કે એફઆઇઆઇનું ખરીદદાર બનવું એ બજાર માટે સકારાત્મક સંકેત છે ખાસ કરીને મોટા બજારોમાં. બેન્કિંગ શેરોની મજબૂતીને કારણે બેન્ક નિફ્ટી તેની ઓલ ટાઈમ હાઈને સ્પર્શે તેવી શક્યતા છે, જેના કારણે નિફ્ટીમાં પણ વધારો જોવા મળી શકે છે. ગુરુવારે, વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણને પગલે ઇન્ટ્રા ડે વધઘટ દરમિયાન  સેન્સેક્સમાં 1,300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું

યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે નિવેદનમાં કહ્યું કે અર્થવ્યવસ્થા ઉત્તમ સ્થિતિમાં છે. તેના કારણે અમેરિકન બજારોમાં પણ તેજી જોવા મળી હતી, જેના કારણે ભારતીય બજારોમાં પણ આશાવાદનું વાતાવરણ સર્જાયું હતું.

ભારતના મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત છે

પ્રથમ બે ક્વાર્ટરમાં આર્થિક મંદીમાંથી પસાર થયા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર દ્વારા વધતા ખર્ચ (કેપેક્સ)ને કારણે અર્થતંત્રમાં સુધારો થવાની સંભાવના છે.

એક્સિસ સિક્યોરિટીઝના નીરજ ચડાવાર કહે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત વૃદ્ધિની સ્થિતિમાં છે અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે તે સ્થિરતાનું પ્રતીક છે. તેમનો અંદાજ છે કે નાણાકીય વર્ષન 2023-27 દરમિયાન નિફ્ટીની કમાણીમાં 14% ની મજબૂત સીએજીઆર વૃદ્ધિ થઈ શકે છે.

આ પણ વાંચો : લોકસભામાં બિલ પાસ : બૅન્ક ખાતામાં હવે 4 નોમિની રાખવા સાથે 5 બૅન્કિંગ કાયદામાં કુલ 19 સુધારા

નિફ્ટીને 28,700 સુધીનો ટાર્ગેટ મળ્યો

12 મહિના માટે બ્રોકરેજનો નિફ્ટીનો ટાર્ગેટ 26,100 છે, જ્યારે તેજીના કિસ્સામાં તે 28,700 સુધી જઈ શકે છે.

બજાર વિશ્લેષકો એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે બીજા ક્વાર્ટરના નબળા  જીડીપી ડેટાને કારણે આરબીઆઈ તેની નાણાકીય નીતિમાં ફેરફાર કરી શકે છે. વિશ્લેષકો માને છે કે જો આરબીઆઈનું વલણ ખરાબ બનશે અને એફઆઈઆઈની ખરીદી ચાલુ રહેશે તો નિફ્ટી વધુ વધી શકે છે.

આ સમાચાર શેર કરો