માર્કેટ મોજમાં: સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીએ, પ્રથમવાર 79,000ને પાર
વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠતી પ્રકૃત્તિની જેમ ભારતીય શેરબજાર પણ તમામ પોઝિટીવ પરિબળોના પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે

વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠતી પ્રકૃત્તિની જેમ ભારતીય શેરબજાર પણ તમામ પોઝિટીવ પરિબળોના પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયું છે. સેન્સેક્સે પ્રથમવાર 79,000ને સપાટી પાર કરી છે.
સેન્સેક્સમાં 568 પોઈન્ટનો ઉછાળો
બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 568 પોઈન્ટના ઉછાળા સાથે 79,243ના સ્તરે ક્લોઝ થયો છે. જ્યારે નિફ્ટી 175 પોઈન્ટના વધારા સાથે 24,044ના સ્તરે બંધ થયો છે.
આ શેરમાં જોવા મળી તેજી
આજના કારોબારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 5.07 ટકા, NTPC 3.19 ટકા, ટાટા મોટર્સ 2.13 ટકા, ઇન્ફોસિસ 2.09 ટકા, TCS 2.01 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે L&T 1.13 ટકા, સન ફાર્મા 0.42 ટકા નેસ્લે ઇન્ડિયા 0.20 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
શેરબજારમાં છેલ્લા છ મહિનામાં શાનદાર તેજી
ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે. 15 જાન્યુઆરીએ 73000થી 74000 થતાં તેને 37 દિવસ લાગ્યા હતા. બાદમાં 74000થી 75000 થવામાં 21 દિવસ, જ્યારે 76000 થવામાં 30 દિવસ થયા હતાં. જ્યારે જૂન માસામં 10 દિવસમાં 77000, 15 દિવસમાં 78000 અને 2 દિવસમાં 79000નું લેવલ ક્રોસ કર્યું હતું. નિફ્ટીએ પણ 24000ના લેવલ ક્રોસ કર્યું છે. આજે 24087.45ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.








